#ButtonDabaoDeshBanao : તમારો મત અમૂલ્ય ખજાનો છે, તેની કિંમત કરો

News18 Gujarati
Updated: May 17, 2019, 7:00 PM IST
#ButtonDabaoDeshBanao : તમારો મત અમૂલ્ય ખજાનો છે, તેની કિંમત કરો
Button Dabao Desh Banao
News18 Gujarati
Updated: May 17, 2019, 7:00 PM IST
સામાન્ય ચૂંટણી 2019ના પરિણામો જાહેર થાય તે પહેલા વધુ એક તબક્કો પૂર્ણ થવામાં છે. આ ચૂંટણીમાં મતદાન અંગે કેટલાંક આંચકો લાગે તેવા આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે. ભારતમાં આશરે 9 અબજ જેટલા મતદારો છે. તેમ છતાં અને કમનસીબે કેટલાક મતવિસ્તારોમાં 40 ટકાથી ઓછુ મતદાન થયુ છે.  મતદારોની બહુમતી ધરાવતા મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરવાથી દૂર રહ્યા છે. ભારતીય મતદારોની આ સુસ્તી અને ઉદાસીનતા એકંદરે જોઇએ તો નાગરિકો અને દેશ માટે સારો સંકેત આપતી નથી.

આરપી ગોયંકા અને નેટવર્ક 18 એ ચૂંટણી પહેલા મતદાનનું મહત્ત્વ અને મત આપવા માટે મતદારોને શિક્ષણ આપવા અનેવિનંતી કરવા માટે એક પહેલનો પ્રારંભ કર્યો હતો. તેમના સંયુક્ત પ્રયત્નોએ પરિણામે દેખાડ્યું છે. હાલમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીમાં સ્વતંત્રતા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ મતદારો જોવા મળી શકે છે.

ન્યૂઝ18ના અમીષ દેવગણે રાજસ્થાનમાં જયપુરની મુલાકાત લીધી હતી. ઇકરામ રાજસ્થાની, દિલીપ ભટ્ટ અને મનીષા અગરવાલ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે તેમણે મતદાનની શક્તિ વિશે લંબાણપૂર્વક વાત કરી હતી.

તમારે શા માટે મત આપવો જોઇએ તેના કારણો

અમીષ દેવગણે મતની અગત્યતાનું સતત પુનરાવર્તન કર્યું હતું. પોતાના વલણની સત્યતા પૂરવાર કરવા માટે તેમણે તમારા કિંમતી મતનો ઉપયોગ કરવા માટે અનેક કારણો ટાંક્યા હતા. તમારે શા માટે તમારા મતનો ઉપયોગ કરવો જોઇએ તેના કારણો ઘણા છે અને તેમાંના કેટલાક કારણો નીચે આપેલા છે:
  • તમારો મત ચૂંટાયેલા નેતાઓની જવાબદારી નિશ્ચિત કરે છે

  • તમારો મત ચૂંટાયેલા નેતાઓને તેમના વચનો પૂરા કરવા માટે દબાણ કરે છે.

  • તમારો મત તમારા બાળકો અને ભવિષ્યની પેઢીઓ માટે તેજસ્વી ભવિષ્યનું સર્જન કરે છે.

  • તમારો મત તમને ઘણા અધિકારો અપાવે છે અને ચૂંટાયેલા નેતાને તમને તે અધિકારોની મંજૂરી આપવા દબાણ કરે છે.

  • તમારો મત મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને લોકોને એકઠા કરે છે.

  • તમારો મત સરકારની રચનામાં તમારું મંતવ્ય છે.

  • તમારો મત એક જવાબદારી છે જેનો તમારે કર્તવ્યપરાયણતા અને સંભાળપૂર્વક ઉપયોગ કરવો જોઇએ

  • તમારો મત સારુ ગવર્નન્સ (સંભાળ) લાવશે.

  • તમારો મત તમારા દેશની સરકારની પસંદગી કરવા માટે તમારા અધિકારને સ્થાપિત કરે છે.

  • શાસક સરકાર તમારો મત આપીને લખીને જે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે તેનું પ્રતિબિંબ પાડે છે.

  • જો તમે મત આપવાનું પસંદ નહી કરો તો તેનો ઉપયોગ અન્ય કોઇ કરશે.

  • તમે જ્યારે મત આપવાથી દૂર રહો છો ત્યારે તમે બેજવાબદાર અને ઉદાસીન સરકાર વિશે ફરિયાદ કરવાનો તમારો અધિકાર ગુમાવી દો છો

  • જો તમે તમારા દેશને ચાહતા હોય તો તમારે તમારા મતનો ઉપયોગ કરવો જોઇએ

  • તમારો મત રાષ્ટ્ર પરત્વેની ફરજ છે, તેને શાણપણપૂર્વક અદા કરો.

  • તમારો મત તમારી પૂજા, ધર્મ, ગર્વ, મજબૂતાઇ અને શક્તિ છે.

  • તમારો મત દેશ પરત્વેની નૈતિક જવાબદારી છે.

  • તમારો મત તમારી દરેક સમસ્યાઓ અને ફરિયાદોનો જવાબ છે.


જયપુરમાં 6ઠ્ઠી મે 2019ના રોજ 5મા તબક્કાનું મતદાન નોંધાયુ હતું. 5મા તબક્કામાં કુલ મતદાન 63.50% થયુ હતુ. જયપુરમાં મતદાનની ટકાવારી 68.14% હતી.
First published: May 17, 2019
વધુ વાંચો अगली ख़बर