મત એ તમારો લોકશાહીત્વ અધિકાર છેઃ મત આપો

News18 Gujarati
Updated: May 17, 2019, 7:02 PM IST
મત એ તમારો લોકશાહીત્વ અધિકાર છેઃ મત આપો
vote
News18 Gujarati
Updated: May 17, 2019, 7:02 PM IST
1947 પછી, ભારત લોકશાહી દેશ બન્યો હતો અને તે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે. ભારતીય બંધારણ તેના નાગરિકોને મત આપવાનો, ચૂંટવાનો અને પોતાના નેતાની પસંદગી કરવાનો અધિકાર આપે છે. લોકશાહી અધિકાર હોવા છતાં ઘણા નાગરિકો તેમાંયે ખાસ કરીને જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેવા તેમના અધિકારનો ઉપયોગ નહી કરવાનું પસંદ કરે છે. હકીકતમાં તેઓ મતદાનના દિવસને એક રજા તરીકે ગણે છે અને આરામ કરવાનું અને મિત્રો અને પરિવાર સાથે હળવાશમાં રહેવાનું પસંદ કરે છે.

હાલમાં ભારતમાં 17મી સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. માધ્યમો હાલમાં લોકોને તેમના એક મતની અગત્યતા વિશે અને તેમણે શા માટે આપવો જોઇએ તે અંગે જાગૃત્તિનું સર્જન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનો 6ઠ્ઠો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. સાતમો અને આખરી તબક્કો 19 મેના રોજ યોજનાર છે. આ ચૂંટણી તોફાનમાં વારાણસી પર 19મેના રોજ નજર રહેશે. ન્યૂઝ18 ઇન્ડિયાના નીડર રિપોર્ટર નેહા પંત ત્યાંની પ્રજાના મતદાનના ધબકારાનું અનુભૂતિ કરવા વારાણસી ગઇ હતી.

દમદાર બનારસી,દમદાર બનારસી મંજુલા ચતુર્વેદી,દમદાર બનારસી મંજુલા ચતુર્વેદી, દમદાર બનારસી મંજુલા ચતુર્વેદી, સના સાબાહ અને વિવેક બરલવાલ કે જેઓ એચિવર્સ છે અને પ્રજાનો એક ભાગ છે તેઓ તેણીના પ્રતિષ્ઠિત અને નામાંકિત મહેમાનો હતા.

તેમના ઉત્સાહપૂર્વકના આત્મનિરીક્ષણ અને પ્રોત્સાહનયુક્ત વાત મારફતે તેઓએ લોકશાહીમાં મતનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે લોકોના દિમાગમાં એ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો મતઃ

એક ઉત્તેજક છે
તમારા એક મતમાં ચેન્જમેકર બનવાની શક્તિ છે. તમે કદાચ એવું વિચારતા હશો કે એક મતનો કોઇ મતલબ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજ્જારો લોકો પણ આવી જ વિચારધારાને અનુસરી શકે છે. જો હજ્જારો લોકો મતદાનથી દૂર રહેશે તો અનિચ્છનીય, બિનસ્પર્ધાત્મક અને પોતાનું જ ભલુ કરતા ઉમેદવારો ચૂંટણી જીતતા રહેશે અને આપણ એ નબળી નેતાગીરીના પરિણામો ભોગવતા રહીશું.

ગોળી કરતા વધુ શક્તિશાળી

તમારા મતમાં બિનસ્પર્ધાત્મક સરકારને હાંકી કાઢવાની અને નેતાગીરીમાં પરિવર્તન લાવવાની શક્તિ છે. કોઇ પણ શાસક પક્ષ કાયમ માટે સમાધાનકારી ત્યારે બની શકતો નથી જ્યારે તે જાણતો હોય કે મતદારો તાત્કાલિક તેમની શક્તિનો ઉપયોગ કરશે તેમને બારણા દેખાડી શકશે.

તમારો અવાજ

તમારા મત હાવભાવનો અર્થ દર્શાવે છે અને તે તમારો અવાજ છે. તે તમને તમારી પસંદગીના પ્રતિનિધિને મત આપીને સંભાળની બાબતમાં કંઇક કહેવાની મંજૂરી આપે છે. તમને સાંભળવાના આ વિશેષાધિકારને છોડશો નહી.

આ લોકશાહીત્વ અધિકારને સન્માન આપો

મત આપવાનો અધિકાર, એ ભારતીય લોકશાહીના નાગરિક તરીકેનો અધિકાર છે. જવાબદારીથી તેનો ઉપયોગ કરીને આ અધિકારને સન્માન આપો. તમારો મત આપો અને રાષ્ટ્ર, તમારી જાત અને તમારા બાળકોના તેજસ્વી ભવિષ્યનો દાખલો બેસાડો. આગળ આવો અને રાષ્ટ્રને તમારા મતથી સજ્જ કરો. મહાન લોકશાહી પ્રજાસત્તાક ભારતના નાગરિક હોવાનું ગર્વ અનુભવો.

તારણ

જેમ પાણીનું એક ટીપુ શક્તિશાળી મહાસાગરનું સર્જન કરે છે તેમજ પ્રત્યેક એક મત સારા શાસન/સંભાળમાં પરિણમશે અને ભારતને મહા શક્તિ બનવાના માર્ગે આગળ ધકેલશે. યાદ રાખો કે તમારો એક મત અત્યંત શક્તિશાળી છે અને હકીકતમાં તીવ્ર તલવાર કરતા પણ વધુ શક્તિશાળી છે.

વારાણસીમાં 19 મે 2019ના રોજ મતદાન થનાર છે. તે ચૂંટણીનો આખરી તબક્કો હશે અને 17મી લોકસભાની ચુંટણીમાં અંતિમ ચૂકાદો આપવાની શક્તિ ધરાવશે. આરપી સંજીવ ગોયંકા ગ્રુપે નેટવર્ક 18 સાથે રાષ્ટ્ર તરફેની તેમની જવાબદારી - મત આપો અને તમારી ફરજ પણ પૂરી કરોને સતત રાખી છે.

બટન દબાઓ દેશ બનાઓ એ નેટવર્ક 18ની પહેલ છે, જે આરપી સંજીવ ગોયંકા ગ્રુપ દ્વારા રજૂ કરવામા આવી છે,જે દરેક ભારતીયને હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતદાન કરવાની અરજ કરે છે. હેશટેગ #ButtonDabaoDeshBanao નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર આ ચર્ચાને અનુસરો.

 
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...