Home /News /india /હંમેશા તમારા મતનો ઉપયોગ કરવાનું પસંદ કરો

હંમેશા તમારા મતનો ઉપયોગ કરવાનું પસંદ કરો

Button Dabao Desh Banao

'બટન દબાઓ દેશ બનાઓ’ એ નેટવર્ક 18ની પહેલ, જરૂર કરો મતદાન

  મુંબઇ સ્વપ્નની નગરી તરીકે જાણીતુ છે, ભારતની આર્થિક રાજધાની અને મોટુ શહેર પણ છે. આમ છતાં તે સૌથી વધુ મતદારોની ઉદાસીનતા ધરાવતા શહેર તરીકે પણ જાણીતુ છે. ન્યૂઝ 18 ઇન્ડિયાના આનંદ નરસિમ્હને આની પાછળના કારણોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રતિષ્ઠિત અને સુમાહિતગાર પેનલ પાસેથી ઇનપુટ અને મંતવ્યો પણ માંગ્યા હતા. વર્સેટાઇલ અભિનેતા રઝા મુરાદ, પૂર્વ આઇપીએસ ઓફિસર સુધાકર સુરાડકર, વકીલ આભા સિંઘ અને સ્ટેન્ડ અપ કોમેડીયન દરેક જણા આ જટીલ અને ચિંતા ઉપજાવે તેવી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવા માટે એકત્ર થયા હતા. મુંબઇમાં આશરે 10 મિલીયન જેટલા મતદારો છે. છતા કમનસીબી એ છે કે શહેરમાં મતદાનના દિવસ 29 એપ્રિલ 2019ના રોજ ફક્ત 55.1 ટકા જ મતદાન થયું હતું.

  આંકડાશાસ્ત્રીઓ અને નિષ્ણાતો એવું કહીને સાંત્વના વ્યક્ત કરી હતી કે આ ટકાવારી 1989થી અત્યાર સુધીમાં સૌથી વધુ છે. 1989માં આ ટકાવારી 57.7 ટકા હતી ત્યારે 2019ની મતદાનની ટકાવારી હજુ પણ ઘણી નબળી છે.

  ફક્ત નજીકથી બારીકાઇથી નિરીક્ષણ પર જે તે વ્યક્તિ એ શોધી શકશે કે આ ટકાવારી વધુ નાના મતદારોની સંખ્યાની વિરુદ્ધ છે. 2011-12માં ચૂંટણી સુધારાઓએ ચૂંટણી યાદીમાંથી અનેક બોગસ અને બનાવટી મતદારોને દૂર કર્યા હતા. આ કારણ પણ ટકાવારીમાં આવેલા નાના ઊછાળા માટે જવાબદાર હોવાનું મનાય છે.

  મુંબઇમાં છ મતવિસ્તારોમાંથી સમદ્ધ દક્ષિણ મુંબઇ મતવિસ્તાર સૌથી ઓછા મતદાનવાળો મતવિસ્તાર છે. કોલાબા અને કફ પરેડ પણ આ મતવિસ્તાર હેઠળ આવે છે અને આ તમામ વિસ્તારો મુંબઇના અને ભારતના સૌથી શ્રીમંત વિસ્તારો છે. હકીકતમાં જોઇ તો દક્ષિણ મુંબઇની મિલ્કતના ભાવ વિશ્વમાં સૌથી વધુ છે.

  આનંદ નરસિમ્હન અને તેમની પ્રતિષ્ઠિત પેનલ વચ્ચે ચર્ચાએ મુંબઇમાં મતદારોની લાપરવાહી વિશેના ચોક્કસ મુદ્દાઓ પર થોડો પ્રકાશ પાડ્યો છે. આ સમસ્યાને નાથવા કેટલાક ઉકેલો પણ આપવામાં આવ્યા હતા.

  પોતાનો મત આપવા માટે મુંબઇ શા માટે લાપરવાહ છે

  આના વિશે ઘણી અટકળો સેવાય છે. કેટલાક મંતવ્યો નીચે પ્રમાણે છે:

  • મુંબઇ સમૃદ્દ શહેર હોવાના કારણે નાગરિક સુવિધાઓ જેમ કે વીજળી, પાણી, સારા માર્ગો, વાહનવ્યવહાર વગેરેનો અભાવ નથી, તેથી લોકો પોતાની પાયાની જરૂરિયાતો સંતોષાતી હોવાથી ઓછો રસ ધરાવે છે અને તેમણે ક્યારેય સુવિધાઓના અભાવનો સામનો કર્યો નથી.

  • મુંબઇ એતલવાયુ છે અને ‘વાસ્તવિક’ ભારત દ્વારા જે મુશ્કેલીઓનો સામનો કરવામાં આવતી સમસ્યાઓથી અલિપ્ત છે.

  • મુંબઇગરાઓમાં એક દ્રષ્ટિકોણ એવો છે કે તેઓ સરકારની મદદ વિના તેમની જાતે સંભાળ લઇ શકે છે. અસલ રીતે તો ઉદ્ધતાઇ ગુપ્ત છે.

  • કોઇ સારી પસંદગી નથી અને સરકાર અને તેમની કામગીરી સામે કોઇ ભ્રમ નથી.


  લઇ શકાય તેવા સક્રિય પગલાંઓ

  • લોકોને તેમના મતની અગત્યતા વિશે શિક્ષીત કરો અને તેનો ઉપયોગ કરવા પ્રેરો

  • કદાચ ફરજિયાત મતદાનનો કાયદો અમલી બનાવવો જોઇએ, જેમાં દરેક લાયક નાગરિકે ચૂંટણીમાં મત આપવો જોઇએ

  • જ્યારે નબળા ઉમેદવારની પસંદગીનો સામનો કરતા હોય ત્યારે સૌથી ઓછી ગેરલાયકાતો ધરાવતા ઉમેદવારની પસંદગી કરો અથવા નોટા દબાવો, જેથી ચૂંટણી લડતા ઉમેદવારને એ સંદેસો પહોચે કે તમે તેમને લાયક ઉમેદવાર ગણતા નથી.

  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Loksabha election 2019, Vote, મતદાન, લોકસભા ચૂંટણી 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन