ગુજરાતના માછીમારો તમે પણ આ રીતે વર્ષે 50 લાખ કમાઇ શકો છો!

આ વ્યક્તિ વાર્ષિક 50 લાખ અનોખી ખેતી કરીને કમાય છે, તમારી પાસે પણ છે આ તક

News18 Gujarati
Updated: April 25, 2019, 7:04 PM IST
ગુજરાતના માછીમારો તમે પણ આ રીતે વર્ષે 50 લાખ કમાઇ શકો છો!
અશોક કુમાર, માછલી બીજ દ્વારા લાખોની કમાણી કરનાર ખેડૂત
News18 Gujarati
Updated: April 25, 2019, 7:04 PM IST
જો તમે પણ અનોખી રીતે ખેતી કરીને તમારી વાર્ષિક આવક વધારવા માંગો છો તો લેખ તમારે વાંચવો જોઇએ. બિહારના મઘુબનીમાં રહેતા અશોક કુમાર વ્યવસાયે ખેડૂત છે. અશોક ખાલી માછલી બીજનું ઉત્પાદન કરે છે જેના લીધે તેમને ધૂમ કમાણી થાય છે. આ નવી પ્રકારની ખેતી કરીને તેમને વર્ષના લગભગ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે. અને આ માટે 25 લાખ રૂપિયાનો ખર્ચો પણ થાય છે. જો કે તેમ છતાં 25 લાખનો ચોખ્ખો નફો થાય છે. તેમની આ રીતની ખેતીની પદ્ધતિને કારણે રાજ્ય સરકાર પણ તેમને સન્માનિત કરી ચૂકી છે.

આજકાલના  અનેક ખેડૂતો, ખેતીની જૂની પ્રણાલીને છોડી નવી રીતે ખેતી કરવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. અને કેટલાક તેવા પણ ખેડૂતો છે જે આ રીતે નવા પ્રકારની ખેતી કરીને સારી આવી કમાણી પણ કરી રહ્યા છે. તમારી પાસે પોતાની જમીન હોય તો તમે પણ આ રીતે કમાણી કરી શકો છો. વળી ગુજરાતના માછીમારો પણ આ રીતે ઘરે બેઠા સારી એવી કમાણી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અશોક કુમાર પણ ખાલી માછલી બીજ દ્વારા જ કમાણી નથી કરતા. તેમની પાસે 5 એકડ જમીન છે. જેમાં તે ઘઉં, બટાકા, શાકભાજી પણ ઉગાડે છે અને સાથે જ પશુપાલન પણ કરે છે. વધુમાં પશુના ગોબરથી બાયોગેસ અને વર્મીકમ્પોસ્ટ પણ બનાવે છે. જે તળાવમાં માછલી પાલન કરે છે ત્યાં મખાનેની ખેતી સાથે તળાવની સાઇડમાં પત્તાવાળી ભાજીની પણ ખેતી કરે છે. આમ તેમણે અલગ અલગ રીતે કમાણી કરવાના સંશાધનો ઉભા કર્યા છે. અને સાથે જ બીજા લોકોને પણ નવો ચીલો ચીતરવાનું શીખવ્યું છે.

 
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...