Home /News /india /

જલદીથી થઈ શકે છે રૂ.70ના 1 ડૉલર, જાણો રૂપિયો શા માટે ઘસાઈ રહ્યો છે

જલદીથી થઈ શકે છે રૂ.70ના 1 ડૉલર, જાણો રૂપિયો શા માટે ઘસાઈ રહ્યો છે

  દિલ્હીઃ રૂપિયો સતત નવો નવો રેકોર્ડ તોડી રહ્યો છે અને હવે છેલ્લા 18 મહિનાના તળીયે પહોંચી ગયો છે. ગુરુવારે કામકાજ દરમિયાન રૂપિયો 12 પૈસા સુધરીને 68.30 પર ખૂલ્યો હતો. બુધવારે રૂપિયો ડોલરની સરખામણીમાં 38 પૈસા તૂટી 68.42 પર બંધ રહ્યો, જોકે રૂપિયો પાછલા વીતેલા 18 મહિનાના નીચેના સ્તરે આવી ગયો હતો. આની અગાઉ રૂપિયો 29 નવેમ્બર 2016ના રોજ પ્રતિ ડોલર 68.65 પર બંધ રહ્યો હતો. તમને જાણકારી માટે જણાવી દઈએ કે 15 મે 2018ના રોજ રૂપિયાએ 68ના સ્તરને પાર કરી લીધો હતો. આ દિવસે 67.79 પર ખૂલેલો રૂપિયો 56 પૈસા તૂટી 68.07ના સ્તરે બંધ રહ્યો હતો. આ રૂપિયાનું 16 મહિનાનું નીચેનું સ્તર હતું. વિશેષજ્ઞોનું માનવું છે કે રૂપિયો એપ્રિલ ક્વાર્ટર દરમિયાન ડૉલરની સરખામણીએ 70ના સ્તરે પાર કરી શકે છે.

  રૂપિયાની નબળાઈનાં કારણો

  સરકારની ખાધમાં વધારો થયો: સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ GDPના 3.3 ટકા સુધી નિયંત્રિત કરવા માગે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ GDPના 3.5 ટકા હતી. વ્યાપાર ખાધ વધવાને કારણે અને ચાલુ ખાતાની ખાધના વ્યાપમાં વધારો થવાથી રૂપિયા પર પણ અસર જોવા મળી છે. તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું હતું કે ક્રૂડના વધતા ભાવ ચાલુ ખાતાની ખાધ (CAD) માટે ચિંતાજનક છે અને એ GDPના ગુણોત્તરમાં 2.5 ટકા છે.

  મજબૂત બનેલો ડૉલર: જો ડોલર મજબૂત હોય તો દેખીતી રીતે રૂપિયો નબળો રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ જોવા મળી છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં તેજી જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે આમાં પણ વધુ તેજી જોવા મળી શકે છે.

  ક્રૂડના ભાવમાં થઈ રહેલો સતત વધારો: ક્રૂડના ભાવમાં આવેલી તેજી અટકવાનું નામ લેતી નથી. તાજેતરમાં બ્રેન્ટ ક્રૂડે 80 ડોલર પ્રતિ બેરલના સ્તરને સ્પર્શી લીધું છે. હજી પણ 80 ડૉલર પ્રતિ બેરલની આસપાસ કામકાજ થઈ રહ્યાં છે. ક્રૂડના વધેલા ભાવને કારણે પણ રૂપિયાની સ્થિતિ બગડી છે.

  રૂપિયો ક્યાં સુધી તૂટી શકે છે ?

  જો ફક્ત મે મહિનાની વાત કરવામાં આવે તો રૂપિયાનો આ મહિનાનો નીચેનો સ્તર 67.20 અને ઉચ્ચત્તમ સ્તર 69.40 હોઈ શકે છે, એટલે કે આ મહિનાના રૂપિયાના 70ના સ્તરને પાર કરવાની સંભાવના ખૂબ ઓછી છે. જો એપ્રિલ ક્વાર્ટરની વાત કરવામાં આવે તો આ મહિનામાં રૂપિયાનો નીચેનો સ્તર 66.40 અને ઉચ્ચત્તમ સ્તર 70.20નો રહી શકે છે.

  શા માટે રૂપિયો નબળો પડી રહ્યો છે?

  FII ભારતીય બજારોમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યાં છેઃ વિદેશી રોકાણકારો જેમને એફઆઈઆઈ કહેવાય છે. પોતાના પૈસા ભારતીય બજારોમાંથી ખેંચી રહ્યા છે તો ડૉલરની સરખામણીએ રૂપિયોની કિંમત નબળી પડી જાય છે. છેલ્લા એક મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 2 અબજ ડોલરથી વધુનું રોકાણ પરત ખેંચી લીધું છે. આ કારણે રૂપિયામાં નબળાઇ ચાલુ રહી છે.

  ક્રૂડની કિંમતોના ભાવઃ ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા કાચા ઓઇલ માટે આયાત પર આધાર રાખે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે ક્રૂડ કિંમતોમાં વધારો થશે ત્યારે ભારતને તેના ફોરેક્સ અનામત કરતાં વધુ ડોલર ખર્ચવા પડશે, એટલે કે ભારત પાસે રિઝર્વમાં પડેલા ડૉલર ઓછા થઈ જશે અને આ રૂપિયામાં નબળાઈ આવવાનું મુખ્ય કારણ છે. જો ડોલર મજબૂત હોય તો દેશની નિકાસને પણ અસર થાય છે

  રૂપિયાની વર્તમાન નબળાઈનાં અન્ય કારણોઃ જો રૂપિયાની વર્તમાન નબળાઈ માટેનાં અન્ય કારણો વિશે વાત કરવામાં આવે તો ચીન અને યુએસ વચ્ચે વેપાર-યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે. હવે વેપાર-યુદ્ધના સંબંધમાં બંને દેશોએ નરમાઈ દેખાડી છે, પરંતુ ઇરાન, વેનેઝુએલા અને અન્ય દેશોને કારણે ભૌગોલિક રાજનીતિવિષયક તણાવને કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે. એ જ સમયે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી. જ્યારે ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં દેખાઈ રહી હતી ત્યારે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Business, Crude oil price, GDP, Rupee, US, ડોલર

  આગામી સમાચાર