મુંબઇ: બસ ખીણમાં ખાબકી, 33 લોકોના મોત

News18 Gujarati
Updated: July 29, 2018, 7:19 AM IST
મુંબઇ: બસ ખીણમાં ખાબકી, 33 લોકોના મોત
બસમાં 40 લોકો સવાર હતા

  • Share this:
મહારાષ્ટ્રમાં બાલેશ્વર પાસે એક બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી છે. આ બસમાં 40 લોકો સવાર હતાં જેમાં 33 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને અત્યાર સુધી 8 મૃતદેહોને બહાર લાવવામાં આવ્યાં છે.

મળતી જાણકારી પ્રમાણે તમામ દાપોલીમાં કૃષિ વિશ્વવિદ્યાલયના કર્મચારી હતાં. તેઓ મહાબળેશ્વરની પાસે આવેલા ટુરિસ્ટ સ્પોટ પર ફરવા ગયા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે સડા છ કલાકે કોલેજના 40 કર્મચારીઓનું એક ગ્રુપ બસથી પિકનિક ઉજવવા માટે જઇ રહ્યાં હતાં.આશરે ચાર કલાક પછી મહાબળેશ્વર પોલાદપુર રોડ પર દાભેલી ખિંડીની તેમની બસ આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.

બસમાં સવાર યાત્રીઓની ફાઇલ તસવીર


આ બસમાં સવાર એક કર્મચારી ઘણી મુશ્કેલીથી ખીણમાંથી બહાર રસ્તા પર આવ્યો હતો. તેમણે વિશ્વવિદ્યાલય તંત્રને સૂચના આપી હતી. જોકે ઘટનાસ્થળે મોબાઇલ નેટવર્ક ન હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ


હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખીણની ઉંડાઇ એટલી છે કે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે.આ પહેલા ગુરૂવારે પણ કોલ્હાપુરમાં 17 લોકોથી ભરેલી મિની બસ નદીમાં ખાબકી હતી. પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર થયેલી આ દૂર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતાં.
First published: July 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading