કર્ણાટક KSRTCની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત, 10થી વધુ ઘાયલ

News18 Gujarati
Updated: January 13, 2018, 8:49 AM IST
કર્ણાટક KSRTCની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત, 10થી વધુ ઘાયલ
News18 Gujarati
Updated: January 13, 2018, 8:49 AM IST
 બેંગાલુરૂ: કર્ણાટકના હાસનના કરેકેરે પાસે કર્ણાટક KSRTCની બસને અકસ્માત નડ્યો હતો. આ બસ તળાવમાં પડી જવાથી અકસ્માત બન્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

KSRTCના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે બની હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 5 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. જ્યારે 3 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા.KSRTCની વોલ્વો બસથી ધર્મસ્થલ જઈ રહી હતી. જેમાં 43 યાત્રી સવાર હતા. આ બસ બેંગલુરૂથી રાતે 12 વાગ્યા આસપાસ ઉપડી હતી. જો કે આ અકસ્માત ક્યા કારણોસર થયો છે તે હજુ સુધી જાણવા મળીયું નથી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જેથી પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનો ચિતાર બહાર આવશે.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर