દિલ્હી: વડ વૃક્ષ સાથે જોડાયેલું છે બુરાડી આત્મહત્યાનું રહસ્ય

News18 Gujarati
Updated: July 3, 2018, 11:46 AM IST
દિલ્હી: વડ વૃક્ષ સાથે જોડાયેલું છે બુરાડી આત્મહત્યાનું રહસ્ય
બુરાડીમાં મૃત પરિવારના તમામ 11 લોતોની મોત ફાંસીના કારણે થઇ હતી

  • Share this:
બુરાડીમાં મૃત પરિવારના તમામ 11 લોકોની મોત ફાંસીના કારણે થઇ હતી. આ જાણકારી પોસ્ટમોર્ટમની શરૂવાતી રિપોર્ટમાં ડોક્ટરોએ આપી છે. પોલીસ આ કેસમાં હવે આત્મહત્યા માટે ઉપસાવવાની ધારાને પણ જોડશે.

ગદા બાબાનું માનતો હતો પરિવાર

સાથે જ એ વ્યક્તિની તપાસ શરૂ કરી દીધી છે જેણે મોક્ષના નામ પર પરિવારનું બ્રેઇન વોશ કર્યું હતું. પોલીસને જાણ થઇ છે કે પરિવાર એક બાબાને ઘણું માનતા હતાં. ક્રાઇમ બ્રાંચને કોઇ ગદા બાબા અંગે જાણકારી મળી છે.

રજિસ્ટરમાં આવી ઘણી ચોંકાવનારી વાતો

આ ઉપરાંત ઘરથી મળેલા રજિસ્ટરમાં અન્ય ઘણી વાતો સામે આવી છે. જેમાં વડ પૂજા અંગે પણ લખ્યું છે. જે પ્રમાણે લટકેલા મૃતદેહ વડના મૂળની જેમ દેખાય છે. આ ઉપરાંત સાત દિવસ પૂજા કરવાની વાત પણ સામે આવી છે. જેમાં આ આત્મહત્યાની ક્રિયા રાતે 12થી 1ની વચ્ચે કરવાનું પણ જણાવ્યું છે.

માત્ર લલિતના હાથ હતાં ખુલ્લાંક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશ્નર આલોક કુમારે તે જણાવ્યું કે બધાની મોત રાતે બેથી સડા ત્રણ વચ્ચે થઇ છે. નાનો ભાઇ લલિત અને પત્ની ટીનાની મોત સૌથી છેલ્લે થઇ છે. લલિતના જ હાથ ખુલ્લા હતાં. ઘટનાની રાતે પરિવારના 3થી 4 સભ્યો જમ્યાં ન હતાં. બહારથી 20 રોટી મંગાવી હતી.

નારાયણ દેવીની છોકરી સુજાતાએ કહ્યું કે પરિવારમાં તંત્ર-મંત્ર, કાળો જાદુ, કોઇ બાબાનું ચક્કર કંઇ ન હતું. મારો પરિવાર રોજ રાતે ખાવાનું ખાતા પહેલા ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા બોલતા હતાં.
First published: July 3, 2018
વધુ વાંચો
अगली ख़बर