Burari Death Mystery: લલિત લગાવતો હતો સ્મશાનના ચક્કર, જોતો ભૂતના વીડિયો

News18 Gujarati
Updated: July 7, 2018, 12:05 PM IST
Burari Death Mystery: લલિત લગાવતો હતો સ્મશાનના ચક્કર, જોતો ભૂતના વીડિયો
ભાટિયા પરિવારની ફાઇલ તસવીર

  • Share this:
દિલ્હીના બુરાડીમાં 11 લોકોનાં મોતનું રહસ્યને ઉકેલી રહેલા ક્રાઇમ બ્રાંચને શક છે કે પરિવારનો નાનો દીકરો લલિત ભાટિયા વારંવાર સ્મશાનમાં જતો હતો.

ક્રાઇમ બ્રાંચની આ થીયરી સંત કબીર નગરના ઘરમાંથી મળેલા રજિસ્ટરની એક એન્ટ્રી પર આધારિત છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે રજિસ્ટરમાં જે અક્ષર છે તે લલિતની ભાણી પ્રિયંકાના છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણવ્યું કે પ્રિયંકાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ભૂત પેજની સાથે આધ્યાત્મિક, જ્યોતિષ અને મોટિવેશનલ વિચારોવાળા પેજને લાઇક કરેલા હતાં.

અધિકારીઓએ લલિત અંગે વાત કરતાં જણાવ્યું કે તે મોબાઇલ યુટ્યુબ અને અન્ય ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર ભૂતો અને મોતના રહસ્યો સાથે જોડાયેલા વીડિયો જોતો હતો. આ મામલાની તપાસ માટે એક ટીમ રાજસ્થાનના ઉદેપુરમાં પણ પહોંચી હતી જ્યાં લલિતની પત્નીનું પિયર છે.

એક સિનીયર અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે ક્રાઇમ બ્રાંચ એ જાણવા ઇચ્છતી હતી કે ટીનાએ પતિ લલિત અંગે પોતાના પરિવારને કોઇ જાણકારી આપી હતી કે નહીં. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચે જે લોકો 16 જૂનના થયેલ પ્રિયંકાની સગાઇ માટે 10 દિવસ રોકાયા હતાં તેમના પણ નિવેદન લીધા છે. મહેમાનો ગયા પછી 24 જૂનથી લલિતે અનુષ્ઠાન કરવાના શરૂ કરી દીધાં હતાં, જે 11 લોકોના મોત પછી પુરા થયા હતાં. અધિકારીએ કહ્યું કે, ' 10 દિવસ રહેલા સંબંધીઓ પાસેથી લલિતનો વ્યવહાર જાણવાનો પ્રયત્ન કરીશું.'

ક્રાઇમ બ્રાન્ચે પરિવારના સંપર્કમાં રહેલી તાંત્રિક ગીતામાંને ક્લિન ચિટ આપી દીધી છે. મામલામાં ગીતામાંનું નામ સામે આવ્યાં પછી મીડિયાએ તેમના ભાગીદારીનો દાવો કર્યો હતો.
First published: July 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading