તેજસ્વીને ના મળ્યા માયાવતીના આર્શીવાદ, બિહારમાં 40 સીટો પર લડશે BSP!

News18 Gujarati
Updated: March 1, 2019, 10:34 PM IST
તેજસ્વીને ના મળ્યા માયાવતીના આર્શીવાદ, બિહારમાં 40 સીટો પર લડશે BSP!
તેજસ્વીને ના મળ્યા માયાવતીના આર્શીવાદ, બિહારમાં 40 સીટો પર લડશે BSP!

તેજસ્વી જાન્યુઆરીમાં માયાવતીને મળવા પહોંચ્યો હતો તે ફક્ત ઔપચારિક મુલાકાત ન હતી તેની પાછળ રાજકારણ પણ હતું

  • Share this:
14 જાન્યુઆરીએ બિહારમાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ લખનઉમાં બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીને પગે લાગ્યો હતો. આ પછી અંદાજ લગાવવામાં આવતો હતો કે માયાવતી તેને પોતાના આર્શીવાદ આપશે. જોકે બીએસપીએ મહાગઠબંધનના ઇરાદાને ઝટકો આપતા બિહારની બધી 40 લોકસભા સીટો ઉપર પોતાના ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વાતની સત્તાવાર પૃષ્ટિ થઈ નથી પણ પાર્ટીના વિશ્વસનિય સુત્રો જણાવી રહ્યા છે કે આ અંતિમ નિર્ણય છે.

તેજસ્વી જાન્યુઆરીમાં માયાવતીને મળવા પહોંચ્યો હતો તે ફક્ત ઔપચારિક મુલાકાત ન હતી તેની પાછળ રાજકારણ પણ હતું. બિહારમાં 10 કરોડથી વધારે વસ્તીમાં એસસી સમુદાયની સંખ્યા દોઢ કરોડથી વધારે છે.

આરજેડીના વિશ્વસનિય સુત્રોના મતે તે સપા અને બસપાને એક-એક સીટ આપવા તૈયાર છે. સપાના બિહાર અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને બસપાને ગોપાલગંજની સીટ આપવા અને આરજેડીની યૂપીમાંથી બે સીટો આપવાની ચર્ચા હતી. જોકે મહાગઠબંધનના તમામ મંથન પછી લાગે છે કે અંતિમ વાત બની શકી નથી.

અસર પ્રમાણે જોવામાં આવે તો અત્યાર સુધી બિહારથી માયાવતીની પાર્ટીનો કોઈ ઉમેદવાર સાંસદ બન્યો નથી. આમ છતા બિહારના કૈમુર, બક્સર, સાસારામ, બેતિયા અને ગોપાલગંજ જેવા યુપીથી જોડાયેલા વિસ્તારમાં માયાવતીની અસર માનવામાં આવે છે. આમ છતા બીએસપી બિહારની રાજનીતિમાં સીટો પ્રમાણે સારું પ્રદર્શન કરી શકી નથી.

2014ની લોકસભા ચૂંટણીમાં બીએસપીને 7.65 લાખ વોટ મળ્યા હતા, જે 2015ની વિધાનસભા ચૂંટણીમાં વધીને 7.88 લાખ પહોંચી સુધી પહોંચ્યા હતા. જોકે તેને લોકસભા કે વિધાનસભામાં એકપણ સીટ મળી ન હતી.

 
First published: March 1, 2019, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading