સંપત્તિ હડપવા 4 દિવસ બહેનને રાખી ભૂખી, પાણી માંગ્યુ તો પીવડવ્યો પેશાબ

News18 Gujarati
Updated: May 11, 2019, 4:12 PM IST
સંપત્તિ હડપવા 4 દિવસ બહેનને રાખી ભૂખી, પાણી માંગ્યુ તો પીવડવ્યો પેશાબ
પ્રતિકાત્મક તસવીર

ભાઇ રુસ્તમે કહ્યું કે, 'તેની બહેનની માનસિક સ્થિતિ સારી નથી. તે જે કંઇપણ કહે છે તે બધું જ જુઠ્ઠું બોલે છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બિહારનાં અરરિયા જિલ્લામાં સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને બધાનાં પગ નીચેથી જમીન સરકી જશે. એક ભાઇએ પત્ની સાથે મળીને માતાપિતાની સંપત્તિને હડપવા માટે પોતાની જ બહેનને ચાર દિવસ સુધી કંઇ ખાવાનું કે પાણી પણ ન આપ્યું. બહેનને હાથ-પગ બાંધીને બંધક બનાવીને રાખી. તે ભાઇ પર એ પણ આરોપ છે કે બહેને પાણી માંગ્યું ત્યારે ત્યારે તેને પેશાબ પીવડાવ્યો છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને કહ્યુ- 'તારા કારણે નાપાસ થયો, હવે તું જ ફીના પૈસા આપ'

માર મારતા બહેન બેહોશ થઇ હતી

આ ઘટના અરરિયા જિલ્લા ભાહકોહલિયા પંચાયતનાં લબાના ટોલીની છે. સ્થાનિક લોકોનાં કહ્યાં પ્રમાણે ભાઇ અને ભાભીએ મળીને છોકરીને મકાનનાં બીજા માળે એક રૂમમાં કેદ રાખી હતી. તે દરમિયાન તેને ખાવાનું કે પાણી પણ ન આપ્યું અને તેને ઘણો જ માર પણ માર્યો જેનાથી તે બેહોશ થઇ ગઇ છે. આ ઘટનામાં હદ તો ત્યારે પાર થઇ જ્‌યારે તે છોકરીએ પીવા માટે પાણી માંગ્યું તો તેના ભાઇભાભીએ પેશાબ પીવડાવી દીધો હતો. ગામનાં લોકોએ ગુરૂવારે ભાઈભાભીની પકડમાંથી છોકરીને છોડાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ધો.9ની કિશોરી પર પાડોશી કિશોરનું દુષ્કર્મ, રહી ગયો ગર્ભ

'બહેન  બધુ જુઠ્ઠું બોલે છે'જે બાદ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિત છોકરીએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં કહ્યું કે માતાપિતાની મૃત્યું થઇ ગઇ છે. તેના ભાઇ અને ભાભી તમામ સંપત્તિ પર કબજો મેળવવા માટે તેને ઘરમાંથી ભગાડવા માંગે છે. એટલે તેઓ મને હેરાન કરે છે. ભાઇ મારું લગ્ન પણ કરાવવા નથી માંગતો. બીજી તરફ ભાઇ રુસ્તમે કહ્યું કે તેની બહેનની માનસિક સ્થિતિ સારી નથી. તે જે કંઇપણ કહે છે તે બધું જ જુઠ્ઠું બોલે છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: May 11, 2019
વધુ વાંચો
अगली ख़बर