1971ની લડાઈના હીરો 'બોર્ડર' ફેમ બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી અને જાણીતા 'એડગુરુ' અલેક પદમશીનું અવસાન

News18 Gujarati
Updated: November 18, 2018, 9:55 AM IST
1971ની લડાઈના હીરો 'બોર્ડર' ફેમ બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી અને જાણીતા 'એડગુરુ' અલેક પદમશીનું અવસાન
બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી અને એડગુરુ, પદ્મશ્રી અલેક પદમશીની ફાઇલ તસવીર

1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં 'એકે હજારા' સાબિત થયેલા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીનું ચંદીગઢની એક હોસ્પિટલમાં અને જાણીતા'એડગુરુ', પદ્મશ્રી અલેક પદમશીનું નિધન થયું.

  • Share this:

17 નવેમ્બરે દેશની બે જાણીતી હસ્તીઓનું નિધન થયું છે. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં 'એકે હજારા' સાબિત થયેલા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીનું 78 વર્ષે ચંદીગઢની એક હોસ્પિટલમાં અને જાણીતા'એડગુરુ', પદ્મશ્રી અલેક પદમશીનું 90 વર્ષે મુંબઈમાં નિધન થયું.


ઉલ્લેખનીય છે કે, બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદનપુરીના જીવન પરથી ફિલ્મ નિર્દેશક જે.પી. દત્તાએ 'બોર્ડર' ફિલ્મ બનાવી હતી જેમાં સન્ની દેઉલ દ્વારા બ્રિગેડિયર ચાંદનપુરીનો રોલ અદા કરવામાં આવ્યો હતો.


રાજસ્થાનમાં લોન્ગેવાલા પોસ્ટ નં-638 ની જવાબદારી તત્કાલીન સમયે મેજર ચાંદપુરી પાસે હતી. પશ્ચિમની રાજસ્થાન-કચ્છ-પંજાબ સરહદ રેઢી હતી. વળી, જેસલમેરનું એરફોર્સ સ્ટેશન દુશ્મનના નિશાને હતું. આ સમયે માત્ર 100 જવાનો અને માર્યાદિત શસ્ત્રો સાથે પાકિસ્તાનના 2000થી વધુ સૈનિકો સામે મેજર કુલદિપસિંહની કુમકે જબરદસ્ત લડાઈ કરી. ટેન્કના સહારે યુદ્ધ જીતવા નીકળેલા પાકિસ્તાનીઓને મેજર ચાંદપુરીના જવાનોની દિલેરી અને બહાદુરી લગભગ નકામી બનાવી દીધી. આજે પણ લોન્ગેવાલા પાસે  તનોટરાઈ મંદિરમાં આપણા આ જવાનોએ નકામી બનાવી દીધેલી પાકિસ્તાનની 12 ટેન્કો પ્રદર્શનમાં મુકવામાં આવેલી જોઈ શકાય છે.4 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર, 1971 દરમિયાનના આ ભીષણ જંગને ભારતીય સેના 4 ડિસેમ્બરે "લોન્ગેવાલા ડે" તરીકે ઉજવે છે. મેજર ચાંદપુરીના આ પરાક્રમથી પ્રેરાઈને જ જેપી દત્તાએ 'બોર્ડર' ફિલ્મ બનાવી હતી, જે ભારે સફળ સાબિત થઇ હતી


બીજા એક ઘટનાક્રમમમાં જાહેરખબર ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિ 'એડ ગુરુ' અલેક પદમશી 90 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અવસાન પામ્યા. 7 માં વર્ષે 'ધ મર્ચન્ટ ઓફ વેનિસ' નાટકથી તેમની નાટ્ય કારકિર્દીની શરૂઆત કરનારા પદમશીએ 60-70ના દાયકામાં સંખ્યાબંધ નાટકોમાં ભૂમિકા ભજવી. તેઓ ઉત્તમ નાટ્યકાર હતા અને મુંબઈના અંગ્રેજી નાટ્યવર્તુળમાં પ્રસિદ્ધ હતા.


આપને યાદ હશે કે તેમણે 'ગાંધી' ફિલ્મમાં મોહમ્મદ અલી જીન્નાહની ભૂમિકા અદા કરી હતી. નાટ્ય ઉપરાંત જાહેરખબર ક્ષેત્રે તેઓ અત્યન્ત પ્રસિદ્ધ હતા. અમદાવાદની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ(IIM) ના વિદ્યાર્થી રહી ચૂકેલા પદમશીએ લિન્ટસમાં પહેલી નોકરી કરી 'લિરિલ સાબુ' અને 'સર્ફ વોશિંગ પાઉડર' ની બે જાણીતી જાહેરાત બનાવી. આ ઉપરાંત સંખ્યાબંધ જાહેરખબરો તૈયાર કરવામાં તેમનું યોગદાન રહ્યું હતું,

મૂળે કચ્છના ખોજા મુસ્લિમ પરિવારના અલેક પદમશીએ એવી વ્યક્તિ હતા જેમણે તેમના 'એડવેરટીઝીંગ' અને 'થિયેટર' બંને કારકિર્દીને પૂરતો ન્યાય આપ્યો। આ અંગે તેમણે તેમના પુસ્તક "માય ડબલ લાઈફ : માય એકસાઇટિંગ યર્સ ઈન થિયેટર એન્ડ એડવેરટીઝીંગ' (1999)માં ઉલ્લેખ છે.

First published: November 18, 2018, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading