સિંગર સુનિધિ ચૌહાણ એક પુત્રની મા બની ગઈ છે. તેણીએ 1લી જાન્યુઆરીએ મુંબઈની સૂર્યા હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. પ્રગ્નેંસી દરમિયાન આજકાલના ટ્રેંડથી અલગ સુનિધિ વધારે નજર નથી આવી રહી. છેલ્લે તે ડબ્લિન સ્ક્વૈયરમાં એક શો દરમિયાન જોવા મળી હતી. આ લાઈવ શોમાં સુનિધિને જોઈને ઓડિયન્સ એટલી ખુશ હતી કે તમામ લોકએ સ્ટૈડિંગ ઓવેશન આપી.
આ શો સપ્ટેમ્બર 2017માં થયો હતો. અહી સુનિધિના પરફોર્મસની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. અનારકલી સૂટ પહેરીને સુનિધિ ખુબ જ ખુબસૂરત લાગી રહી હતી. તેણી પ્રેગ્નેંસી દરમિયાન પણ ઢાસુ પર્ફોર્મન્સ આપતા લોકો સુનિધિથી ઘણા ઇપ્રેસ્ડ હતા. અને આ જ કારણ છે કે ત્યા આવેલા તમામ લોકોએ સુનિધિને સ્ટૈડિંગ ઓવેશન આપી હતી.