ઘરથી દૂર કાશ્મીરીઓએ લીધો ટ્વિટનો સહારો, હુમાએ પૂછ્યું, ક્યાં છે મારો પરિવાર?

News18 Gujarati
Updated: August 7, 2019, 11:08 AM IST
ઘરથી દૂર કાશ્મીરીઓએ લીધો ટ્વિટનો સહારો, હુમાએ પૂછ્યું, ક્યાં છે મારો પરિવાર?
હુમા કુરૈશી ફાઇલ ફોટો

  • Share this:
કાશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતિમાં ફોન, ઇન્ટરનેટ જેવી તમામ સેવાઓ બંધ છે. ત્યારે કાશ્મીરની બહાર રહેતા અનેક કાશ્મીરીઓને તેમના પરિવારને લઇને ચિંતત છે. તેમની ખબર અંતર પુછવા માટે તેમણે ટ્વિટરનો સહારો લીધો છે. ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાં રહેતા કાશ્મીરી યુવક યુવતીઓએ અન્ય કોઇ રીતે તેમના પરિવાર સાથે સંપર્ક ન કેળવતા ટ્વિટરનો સહારો લીધો છે. આ લોકો છેલ્લા 2-3 દિવસથી તેમના પરિવાર સાથે સંપર્ક નથી કરી શક્યા. વળી કેટલાક લોકોએ તેમના પરિવાર સાથે છેલ્લી જે વાતચીત કરી હતી તેના સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે.

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરૈશીએ પણ કાશ્મીરની હાલની સ્થિતિને દેખતા ટ્વિટરનો સહારો લીધો છે. હુમાએ ટ્વીટ કરીને પુછ્યું છે કે "કોઇ જાણે છે કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે? અહીં પરિવારમાં કોઇનાથી વાત નથી થઇ રહી. હું દુઆ કરું છું કે ત્યાં બધા સુરક્ષિત હશે."

વધુમાં 11 ઓગસ્ટના રોજ બકીરી ઇદ છે. કેન્દ્ર સરકારના નિર્ણય પછી ઇદના પ્રસંગે વિદેશથી કાશ્મીરમાં પોતાના પરિવાર સાથે ઇદ મનાવાનું વિચારી રહેલા અનેક લોકો હવે તે મુંઝવણમાં છે કે આવી સ્થિતિમાં કાશ્મીરમાં જવું કે નહીં.
સાઉદી અરબમાં રહેતા નજર જુબૈરે ટ્વિટ કરીને કહ્યું કે આ વખતે ઇદ કાશ્મીરમાં પોતાના પરિવાર સાથે ઉજવવાનો વિચાર હતો. 26 મહિના રાહ જોઇ. કાલે મારી ફ્લાઇટ છે અને હું નિર્ણય નથી લઇ શકતો કે યાત્રા કરું કે ના કરું. કાશ્મીર ખૂનના આંસુ રહી રહ્યું છે.

ઓર્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહાયક દિલ્હીના ખાલીદ શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે "મેરા છેલ્લા ફોનમાં મારી માં કહ્યું હતું કે જો હું મરી ગઇ તો તમે ખબર કેવી રીતે પડશે. " સૈયદ ફૈઝાને ટ્વિટ કરીને કહ્યું કે "કાશ્મીરથી સંબંધ રાખનાર કોઇ પણ વ્યક્તિ કાશ્મીરીની જમીની હકીકત વિષે જણાવો. અમે ચિંતત છીએ. પરિવારોથી સંપર્ક નથી કરી શકશા. કાશ્મીરની સાથે છીએ અમે."

એક અન્ય વ્યક્તિએ લખ્યું કે "કાશ્મીરમાં સંચારના તમામ સાધનો બંધ છે. હું મારા પરિવાર સાથે વાત કરવા માંગુ છું."એમ જુનૈદે ટ્વિટ કરીને કહ્યું કે ગત 24 કલાક તેમના માટે અત્યાર સુધીના સૌથી લાંબા કલાકો હતા.

જુનૈદે ટ્વિટ કરીને કહ્યું કે "પાછલા કેટલાક દિવસથી પરિવાર અને મિત્ર મેસેજ મોકલી પુછી રહ્યા છે કે શું ભારતના મનમાં કોઇ છેલ્લો ઉપાય છે. તેમને સાંત્વના આપવી ખૂબ જ મુશ્કેલ હતી કે આ બધુ ઠીક થઇ જશે. હવે સંદેશ આવતા બંધ થઇ ગયા છે. લાંબી રાતની શરૂઆત થઇ ચૂકી છે. હું કાશ્મીરની સાથે ઊભો છું."
એક અન્ય યુઝરે ટ્વિટ કરીને કહ્યું કે પરિવાર સાથે સંપર્ક બંધ થવાથી તેમને પેનિક અટેક આવી રહ્યા છે.
First published: August 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading