Home /News /india /

મુંબઈઃ BMWના ચાલકે અનેકને અડફેટે લીધા, પોલીસે 4KMની સુધી પીછો કરી પકડ્યો

મુંબઈઃ BMWના ચાલકે અનેકને અડફેટે લીધા, પોલીસે 4KMની સુધી પીછો કરી પકડ્યો

બીએમડબલ્યૂ કાર

મુંબઈના રસ્તાઓ પર રાત્રે જામી પોલીસ અને BMW કાર વચ્ચે રેસ! લોકોએ કારચાલકને પકડીને ફટકાર્યો.

    મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અવાર નવાર રાત્રે નબીરાઓ દ્વારા કાર રેસિંગ અને અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. શનિવારે રાત્રે પણ દક્ષિણ મુંબઈના રે રોડ પર આવો જ એક બનાવ બન્યો છે. જ્યાં એક લક્ઝુરિયસ બીએમડબલ્યૂ કારે રસ્તા પર ચાલી રહેલા અમુક લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મહામહેનતે ચાર કિલોમીટર સુધી પીછો કરીને કાર ચાલકને પકડી પાડ્યો હતો.

    આ અંગે પોલીસે જણાવ્યું કે, "બનાવ રાત્રે 12:30 વાગ્યે બન્યો હતો. અમને બનાવ અંગે જાણકારી મળ્યા બાદ કારને પકડવા માટે ઇન્ટરસેપ્ટ વાહન મોકલવામાં આવ્યું હતું. અમે કારનો પીછો કર્યો હતો, પરંતુ લક્ઝુરિયસ કારની ઝડપ ખૂબ વધારે હોવાથી અમે તેને પકડી શક્યા ન હતા. પદયાત્રીઓને અડફેટે લીધાનું જાણ્યા બાદ પોલીસની કાર સિવાય અમુક બાઇકસવારોએ અને કાર ચાલકોએ પણ આ લક્ઝુરિયસ કરારનો પીછો કર્યો હતો.

    પોલીસે કારને પકડવા માટે ચાર કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો. ચાર કિલોમીટરની રેસ બાદ બીએમડબલ્યૂ કારને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી. બીએમડબલ્યૂ સેડાન કારનો પીછો કરી રહેલા કાર ચાલકોએ કાર અટક્યા બાદ ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને તેની ધોલાઈ કરી હતી. બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સ્થાનિકોએ કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો, તેમજ કાર પર લાકડીના ફટકા મારીને ગોબા પાડી દીધા હતા.

    પોલીસને જણાવ્યા પ્રમાણે કારનો ડ્રાઇવર મેહમૂદ આલમ દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BMW Sedan, Car chase, Driver, Luxury sedan, Mehmood Alam, Reay Road, South Mumbai

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन