ભિવાની-કાલિંદી એક્સપ્રેસના ટોયલેટમાં ધમાકો, જૈશ એ મોહમ્મદની ચિઠ્ઠી મળી

News18 Gujarati
Updated: February 20, 2019, 10:44 PM IST
ભિવાની-કાલિંદી એક્સપ્રેસના ટોયલેટમાં ધમાકો, જૈશ એ મોહમ્મદની ચિઠ્ઠી મળી
ભિવાની-કાલિંદી એક્સપ્રેસના ટોયલેટમાં ધમાકો, જૈશ એ મોહમ્મદની ચિઠ્ઠી મળી

આ ધમાકાની સુચના પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ અને રેલવે પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ છે

  • Share this:
કાનપુર-ભિવાની કાલિંદી એક્સપ્રેસના જનરલ કોચના ટોયલેટમાં ધમાકાના સમાચાર છે. શરુઆતની જાણકારી પ્રમાણે ટ્રેનના જનરલ કોચના ટોયલેટમાં લગભગ સાંજે 7.10 કલાકે ધમાકો થયો હતો. જોકે આ ધમાકો ઓછી તીવ્રતાનો બતાવવામાં આવી રહ્યો છે. ધમાકો થયો તે સ્થાનેથી જૈશ એ મોહમ્મદના નામથી લખેલી એક ધમકી ભરી ચિઠ્ઠી પણ મળી છે. ધમાકામાં કોઈ જાનમાલના નુકસાનની સુચના મળી નથી.

આ ધમાકાની સુચના પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ અને રેલવે પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડને પણ બોલાવી લેવામાં આવ્યા છે. અલગ-અલગ સ્થાન ઉપર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જૈશ એ મોહમ્મદના નામથી લખેલી એક ધમકી ભરી ચિઠ્ઠી પણ મળી છે


કાનપુર શહેર પાસે બરાજપુર રેલવે સ્ટેશન ઉપર આ ધમાકો થયો હતો. પ્રથમ નજરે માનવામાં આવે છે કે ટોયલેટમાં કોઇ વિસ્ફોટક રાખ્યો હશે, જેમાં ધમાકો થયો હતો. ધમાકા પછી અફરાતફરીની સ્થિતિ છે.ટ્રેનમાં ધમાકાના સમાચાર પછી એસએસપી કાનપુર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એડીજી રેલવેના મતે ટ્રેનના બધા કોચની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ધમાકામાં કઇ વસ્તુનો ઉપયોગ કરાયો છે.
First published: February 20, 2019, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading