ભાજપ વોટ માટે બેશરમીથી સર્જીકલ સ્ટ્રાઇકનો રાજકીય ઉપયોગ કરે છે: કોંગ્રેસ

News18 Gujarati
Updated: June 28, 2018, 1:35 PM IST
ભાજપ વોટ માટે બેશરમીથી સર્જીકલ સ્ટ્રાઇકનો રાજકીય ઉપયોગ કરે છે: કોંગ્રેસ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
કોંગ્રેસ પક્ષે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી બેશરમીથી સર્જીકલ સ્ટ્રાઇકનો રાજકીય રોટલા શેકવા માટે ઉપયોગ કરી રહી છે.

સપ્ટેમ્બર 2016માં ભારતે પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી તેનો વીડિયો માધ્યમોમાં રિલીઝ કરવામાં આવ્યો છે. કોંગેસે કહ્યું કે, દેશના જવાનોની શહિદીનો મત મેળવવા માટે રાજકીય ઉપયોગ ન થવો જોઇએ. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સરુજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે, એક તરફ નરેન્દ્ર મોદી દેશનાં જવાનોની શહીદી અને હિંમત માટે ક્રેડિટ લે છે અને બીજી તરફ પાકિસ્તાન સાથેના સંબધો બાબતે દિશાહીન છે."

સુરજેવાલાએ એવો પણ આરોપ કર્યો કે, દેશનાં જવાનો સાથે મોદી સરકાર આગંળિયાત જેવો વ્યવહાર કરે છે અને સરહદ પર જરૂરી એવો અત્યાધુનિક સાધનો આપવામાં આવતા નથી. આર્મી માટેનું બજેટ પણ ઘટાડી દીધુ છે. 2016માં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકનો 2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે મોદીએ ઉપયોગ કર્યો. 2016થી અત્યાર સુંધીમાં 146 જવાનો સરહદ પર શહિદ થયા છે. પાકિસ્તાન દ્વારા 1600 વખત સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે અને 79 આંતકવાદી હુમલાઓ થયા છે. ભાજપ અને મોદીનું આ બેવડું ધોરણ છે. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફના લેફ્ટનન્ટ જનરલ શરથ ચંદે જાહેરમાં એમ કહેવુ પડ્યુ હતું કે સેના પાર 68 ટકા સાધનો જૂના થઇ ગયા છે.”

સુરજેવાલાએ મોદીને સવાલ કરતાં પુછ્યું કે, જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાનો-અટલ બિહારી વાજપાઇ અને મનમોહન સિંઘે- ખોટા હતા કે જ્યારે તેમણે કોઇ પણ પ્રકારની છાતી ઠોક્યા વગર સલામતી અને વ્યુહાત્મક રીતે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.?”
First published: June 28, 2018, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading