BJPથી મોટા ફક્ત 8 દેશ! પાર્ટીની સભ્ય સંખ્યા 18 કરોડે પહોંચી

બંગાળ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધારે નવા સભ્યો બન્યા

News18 Gujarati
Updated: August 30, 2019, 7:16 AM IST
BJPથી મોટા ફક્ત 8 દેશ! પાર્ટીની સભ્ય સંખ્યા 18 કરોડે પહોંચી
બંગાળ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધારે નવા સભ્યો બન્યા
News18 Gujarati
Updated: August 30, 2019, 7:16 AM IST
દુનિયામાં ફક્ત આઠ દેશ એવા છે, જેમની વસ્તી ભારતીય જનતા પાર્ટીના સભ્યોની સંખ્યાથી વધારે છે. લગભગ દોઢ મહીના સુધી ચાલેલા બીજેપીના સદસ્યતા અભિયાન પછી પાર્ટીએ દાવો કર્યો છે. આ પહેલા પણ 11 કરોડ સભ્યો સાથે બીજેપી દુનિયાની સૌથી મોટી રાજનીતિક પાર્ટી હતી હવે જલ્દી 18 કરોડ સભ્યોની પાર્ટી બની જશે. પાર્ટીનો દાવો છે કે 6 જુલાઇથી 20 ઓગસ્ટ સુધી ચાલેલ પાર્ટીનું સદસ્યતા અભિયાન આશા કરતા વધારે સફળ રહ્યું છે. બંગાળ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધારે નવા સભ્યો બન્યા છે. હવે આ સભ્યોને સક્રિય સભ્યોની શ્રેણીમાં લાવવામાં આવે તેવો પાર્ટીનો પ્રયત્ન છે.

પીએમના કારણે પાર્ટીને મળી લોકપ્રિયતા
2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત પછી બીજેપી પોતાના સંગઠન વિસ્તારમાં લાગી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર સવાર બીજેપીને પોતાના સદસ્યતા અભિયાનમાં મોટી સફળતા મળી છે. 6 જુલાઈના રોજ પીએમ મોદીએ વારાણસીથી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેલંગાણામાં આ અભિયાનની શરુઆત કરી હતી. 20 ઓગસ્ટ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન 5 કરોડ 81 લાખ 33 હજાર 242 સભ્યો ઓનલાઇનથી થયા હતા. આ સિવાય 62 લાખથી વધારે સભ્ય ઓફલાઇન રીતે પાર્ટી સાથે જોડાયા હતા. જોકે હાલ ફોર્મનું વેરિફાઇ કરવામાં આવી રહ્યું છે અને પાર્ટીને આશા છે કે નવા સભ્યોની કુલ સંખ્યા 7 કરોડની આસપાસ જવાની આશા છે. પહેલા 11 કરોડ અને હવે 7 કરોડ મળીને કુલ 18 કરોડ સભ્ય પાર્ટીના થઈ જશે.

આ પણ વાંચો - 18 કલાક કામ, ક્યારેય બીમાર નથી પડતા, PM મોદીને ફિટ રાખતી તેમની પૂરી દિનચર્યા

જેપી નડ્ડાએ કર્યો દાવો
બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો છે કે 370ના મામલે સરકારના વલણથી દેશભરમાં જોરદાર અસર થઈ છે. આ અભિયાન દરમિયાન પૂર્વ સૈન્યકર્મી, બુદ્ધિજીવી, યુવા વર્ગ વચ્ચે પીએમ મોદી અને બીજેપીને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળમાં પાર્ટીએ એક કરોડની આસપાસ અને જમ્મુ કાશ્મીરમાં છ લાખ નવા સભ્યો પાર્ટી સાથે જોડાયા છે. જ્યારે ગુજરાતના પાટણ જિલ્લાના એક બુથના બધા દસ હજારથી વોટર બીજપી સાથે જોડાઈ ગયા છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...