Home /News /india /

Video: અલ્પેશના મશરૂમના નિવેદન પર તાઈવાની જવાબથી બીજેપીનો પલટવાર

Video: અલ્પેશના મશરૂમના નિવેદન પર તાઈવાની જવાબથી બીજેપીનો પલટવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમણ પર કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે કાલે એક નિવેદન આપ્યું હતું કે મોદીજી રોજ ચાર લાખ રૂપિયાના મશરૂમ ખાય છે. તેના જવાબમાં બીજેપી નેતા તેજીંદર બગ્ગાએ તાઈવાઈનની એક છોકરીનો વીડિયો ટ્વિટ કરીને પલટવાર કર્યો છે.


જેમા તે કહે છે કે અમારે ત્યાં ગોરા કરે તેવા કોઈ મશરૂમ મળતાં નથી અને તેણે અપીલ પણ કરી છે કે મારા દેશને તમારી રાજનીતિમાં ન લાવો.





ગુજરાતમાં એક સભાને સંબોધતા અલ્પેશે કહ્યું હતું કે, 'કોઈએ મને પુછ્યું કે પીએમ મોદીની આટલી સારી હેલ્થનો રાઝ શું છે? આજથી 35 વર્ષ પહેલાનો ફોટો જોઈએ તો મોદી બિલકુલ મારા જેવા કાળા હતા. હવે જુઓ, કેવા થઈ ગયા છે. એવુ તો તે શું ખાઈ રહ્યા છે કે દિવસેને દિવસે લાલ થતા જાય છે? પછી મને ખબર પડી કે તે મશરૂમ ખાય છે. આ મશરૂમ કોઈ સામાન્ય મશરૂમ નથી. આ મશરૂમ તાઈવાનથી મંગાવવામાં આવે છે. એક મશરૂમની કિંમત 80,000 રૂપિયા છે અને મોદીજી રોજના ચાર લાખ રૂપિયાના મશરૂમ આરોગી જાય છે. એક મહિનામાં તો વડાપ્રધાન મોદી માત્ર મશરૂમ ખાવામાં એક કરોડ 20 લાખ રૂપિયા ખર્ચી નાંખે છે.'


નોંધનીય છે કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે ચરણોમાં ચૂંટણી થઈ રહી છે. પહેલા તબક્કાની (89 બેઠકો) ચૂંટણી 9 ડિસેમ્બરના રોજ થઈ ગઈ છે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી 14 ડિસેમ્બરે થવાની છે. ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવવાના છે.

First published:

Tags: Gujarat assembly election 2017, Gujarat Election 2017, અલ્પેશ ઠાકોર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन