બીજેપીની ત્રીજી અને કોંગ્રેસની સાતમી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી

News18 Gujarati
Updated: March 23, 2019, 8:56 AM IST
બીજેપીની ત્રીજી અને કોંગ્રેસની સાતમી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી
પ્રતિકાત્મક તસવીર

ભાજપ પાર્ટીનાં પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાનાં પુરીથી ટિકિટ આપવામાં આવી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. શુક્રવારે મોડી રાતે જાહેર કરેલી યાદીમાં 36 ઉમેદવારોનાં નામ છે. પાર્ટીનાં પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાનાં પુરીથી ટિકિટ આપવામાં આવી છે. બીજેપી લોકસભા ચૂંટણી માટે આ પહેલા બે યાદી જાહેર કરી ચુકી છે.

જ્યારે કોંગ્રેસે પણ પોતાનાં ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં 35 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ યુપીની બે સીટો પર ઉમેદવારો બદલી દીધા છે. પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર હવે મુરાદાબાદની જગ્યાએ ફતેહપુર સીકરીથી લડશે. તેમણે જાતે પોતાની સીટ બદલવાની માંગ કરી હતી. તેમની જગ્યાએ ઇમરાન પ્રતાપગઢીને મુરાદાબાદથી ઉતારવામાં આવ્યાં છે.

જ્યારે બિજનૌરથી નસીમુદ્દીન સિદ્દકીને ઇન્દિરા ભાટીની જગ્યાએ ઉતારવામાં આવ્યાં છે. પાર્ટીએ જમ્મુ કાશ્મીરની શ્રીનગર સીટ પોતાના સહયોગી દળ નેકાં માટે છોડી છે. જ્યારે સપાથી મિર્ઝાપુરનાં સાંસદ રહેલા બાલ કુમાર પટેલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્ર તથા જ્યોતિરાદિત્ય સંધિયા અને પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની હાજરીમાં પાર્ટીમાં જોડાશે.બીજેપીએ મોડી રાતે ઉમેદવારોની ત્રીજી લિસ્ટ જાહેર કરી છે. આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 6, ઓડિશાની 5, મેઘાલયની એક અને અસમની એક સીટ પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.

આ પહેલા બીજેપીનાં 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં કુલ 220 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
First published: March 23, 2019
વધુ વાંચો
अगली ख़बर