દેશની સુરક્ષા માયાવતી, અખિલેશ, અજીત સિંહ નહીં, મોદી સરકાર કરી શકે છેઃ અમિત શાહ

દેશને ચલાવવા માટે, દેશની સુરક્ષા માટે એક મજબૂત નેતાની જરુર છે અને ફક્ત મોદી જી આ કામ કરી શકે છે - અમિત શાહ

News18 Gujarati
Updated: February 2, 2019, 9:05 PM IST
દેશની સુરક્ષા માયાવતી, અખિલેશ, અજીત સિંહ નહીં, મોદી સરકાર કરી શકે છેઃ અમિત શાહ
દેશની સુરક્ષા માયાવતી, અખિલેશ, અજીત સિંહ નહીં, મોદી સરકાર કરી શકે છેઃ અમિત શાહ
News18 Gujarati
Updated: February 2, 2019, 9:05 PM IST
ઉત્તર પ્રદેશના અમરોહામાં શનિવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના બુથ અધ્યક્ષોને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી બીજેપી માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે બંગાળ, ઓડિસ્સા, તામિલનાડુ, કેરળ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પણ જીતવાના છે.

અમરોહાના ગજરૌલામાં ચાલી રહેલા આ સંમેલનમાં અમિત શાહે કહ્યું હતું કે બંગાળની અંદર આપણા કાર્યકર્તાઓની હત્યા થાય છે. આપણા કાર્યકર્તાઓએ બંગાળની અંદર પણ બીજેપીનો ભગવો લહેરાવવાનું કામ કર્યું છે. તેમણે રેલીને સંબોધિત કરતા પહેલા વચગાળાના બજેટ દરમિયાન કેન્દ્ર સરકારનીની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે મજુરી કરનાર લોકોને હવે ઘરડા થાય ત્યારે ચિંતા કરવાની જરુર નથી. તેમની ચિંતા હવે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ઘરડા થાય ત્યારે મજુરોને 3000 રુપિયા પેન્શન મળશે.

અમિત શાહે કહ્યું હતું કે હું માયાવતી અને અખિલેશને પુછું છું કે યૂપીના વિકાસ માટે કેટલા પૈસા આપ્યા હતા, તેમણે 3 હજાર 30 કરોડ આપ્યા હતા પણ મોદી સરકાર બન્યા પછી10 લાખ કરોડ રુપિયાથી વધારે યૂપીના વિકાસલ માટે આપ્યા છે. આજે અહીંથી ભૂમાફિયા ભાગી ગયા છે. ભૂમાફિયાને રાખનાર પણ અહીંથી ભાગી ગયા છે. બીજેપીની સરકારમાં યૂપીમાં કાનુનનું રાજ સ્થાપિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો - બંગાળમાં મોદી બોલ્યા, મને સમજાઈ ગયું કે શા માટે દીદી હિંસા પર ઉતરી આવી

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે 21 લાખ લોકોને પ્રધાનમંત્રી આવાસ આપવાનું કામ બીજેપી સરકાર કર્યું છે. 75 લાખ લોકોના ઘરમાં અમારી સરકારે આઝાદી પછી પ્રથમ વખત વિજળી આપવાનું કામ કર્યું છે. ઉત્તર પ્રદેશની જનતા ઇચ્છે છે કે મોદી સરકાર ફરીથી આવે. મોદી જી ની સરકાર આવવાથી ઉત્તર પ્રદેશ ઉત્તમ પ્રદેશ બનશે.

તેમણે કહ્યું હતું કે અમે બધા ઇચ્છી રહ્યા છીએ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર જલ્દીથી જલ્દી રામ મંદિરનું નિર્માણ થાય. ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચય છે કે મંદીર તે સ્થાન ઉપર જ બને. જોકે જ્યારે પણ મંદિરની વાત કોર્ટમાં હોય છે ત્યારે કોંગ્રેસના વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચી જાય છે. હું રાહુલ ગાંધી, માયાવતી અને અખિલેશને પુછવા માંગુ છું કે તે રામ મંદિર ઉપર શું મત રાખે છે? અમે કોર્ટ સામે સોંગદનામું લઈને ગયા છે કે રામ જન્મભૂમિને તેની જમીન પાછી આપી દેવામાં આવે.
અંમિત શાહે આગળ કહ્યું હતું કે દેશની સુરક્ષા માયાવતી, અખિલેશ કે અજિત સિંહ કરી શકે નહીં, દેશની સુરક્ષા ફક્ત મોદી સરકાર કરી શકે છે. દેશને ચલાવવા માટે, દેશની સુરક્ષા માટે એક મજબૂત નેતાની જરુર છે અને ફક્ત મોદી જી આ કામ કરી શકે છે.
First published: February 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...