અમિત શાહે સંકેત આપ્યો પદ્માવતી રિલિઝ થશે કે નહી

  • Share this:

સંજય લીલા ભણસાળીની પદ્માવતી પર ચાલી રહેલ વિવાદ વચ્ચે અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે, ઈતિહાસની સત્યતાની તપાસ વગર ફિલ્મને રિલિઝ થવા દઈશું નહી. એજેન્ડા આજતક 2017માં જ્યારે રાહુલ કંવલે પૂછ્યું કે, ફિલ્મના રિલિઝ પર આવો વિરોધ ન્યાયી છે ગુજરાતમાં તમારી પાર્ટીના મુખ્યમંત્રી ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે.


અમિત શાહે કહ્યું કે, જો ઈતિહાસની સત્યતાની તપાસ વગર ફિલ્મ રિલિઝ થાય છે તો અમે એવું થવા દઈશું નહી.


અમિત શાહે તે આરોપોને ફગાવી દીધા હતા કે, ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં ક્ષત્રિય સમાજના વોટ મેળવવા માટે બીજેપી ફિલ્મનો વિરોધ કરી રહી છે. શાહે કહ્યું, ગુજરાતમાં જ નહી દેશભરમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. હું માનું છું કે, ઈતિહાસ તથ્યો પર ફિલ્મ બને છે તેમના તથ્યો સાથે કોઈ જ છેડછાડ થવી જોઈએ નહી. ઐતિહાસિક નિષ્ણાતોએ આની તપાસ કરવી જોઈએ.


શાહે કહ્યું કે, રાણી પદ્માવતીનો ઉલ્લેખ ઈતિહાસની ઢગલાબંધ પુસ્તકોમાં છે. પદ્માવતીના બલિદાનને ના જાણતું હોય તેવો દેશમાં એકપણ બાળક નથી. બધા લોકોએ તેમના વિશે વાંચ્યું છે. આ એક ઐતિહાસિક સત્ય છે. ગૌરવશાળી પરંપરા છે, જેને દેશ ક્યારેય ભૂલશે નહી.


આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિલ્મને ગુજરાતમાં રિલિઝ ના કરવા દેવાની વાત કરી હતી. આમ પદ્માવતી પર ગુજરાતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જોડીને જોવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતુ કે ક્ષત્રિય સમાજને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, અમિત શાહે આ આરોપને ફગાવતા ઈતિહાસ  સાથે છેડછાડ સહન ના કરવાની વાત આગળ ધરી છે.

First published: