યૂપીમાં 74 સીટ જીતીને બુઆ-ભત્રીજાની જીભ પર લગાવીશું તાળુઃ અમિત શાહ

યૂપીમાં 74 સીટ જીતીને બુઆ-ભત્રીજાની જીભ પર લગાવીશું તાળુઃ અમિત શાહ

કોંગ્રેસ, સપા અને બસપા માટે કહેવા માંગુ છું કે અમારો ઇરાદો તો સ્પષ્ટ છે પણ જો હિંમત હોય તો રામ મંદિર પર પોતાનો એજન્ડા સ્પષ્ટ કરે - અમિત શાહ

 • Share this:
  ઉત્તર પ્રદેશના અલીગઢમાં બ્રજ શ્રેત્રના બુથ અધ્યક્ષોને સંબોધિત કરતા બીજેપી અધ્યક્ષ અમિત શાહે સપા-બસપા ગંઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે મહાગઠબંધન એક ઢકોસલા છે, તેનાથી ડરવાની જરુર નથી. બીજેપી ઉત્તર પ્રદેશમાં 74 સીટો જીતીને બુઆ-ભતીજાના મો પર અલીગઢનું તાળું લગાવી દેશે.

  બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે હું બુઆ-ભત્રીજાને કહેવા માંગુ છું કે તમે બધા એક થઈ જાવ અને રાહુલ બાબાને પણ એક કરી લો પણ બીજેપીની 73થી 74 સીટો આવવાની છે. કોંગ્રેસ અધ્યક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ બાબાને એ પણ ખબર નથી કે બટાકા જમીનની નીચે હોય કે ફેક્ટરીમાં હોય અને તે કિસોનાનો વાત કરે છે.

  આ પણ વાંચો - PM મોદી ટ્રેન 18માં બેસી દિલ્હીથી બનારસ જશે, રસ્તામાં સભાઓ સંબોધશે

  અમિત શાહે કહ્યું હતું કે અમારી સરકારે 1 કરોડથી વધારે હેક્ટર ભૂમિને મુક્ત કરાવવાનું કામ કર્યું છે. જે જમીનો ઉપર સપા અને બસપાની સરકારે ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. યૂપીમાં ભુમાફિયા સામે અભિયાન ચલાવવાનું કામ બીજેપી સરકારે કર્યું છે.

  બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે બીજેપી ઇચ્છે છે કે અયોધ્યામાં તે જ સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. કોંગ્રેસ, સપા અને બસપા માટે કહેવા માંગુ છું કે અમારો ઇરાદો તો સ્પષ્ટ છે પણ જો હિંમત હોય તો રામ મંદિર પર પોતાનો એજન્ડા સ્પષ્ટ કરે. આ દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે તો દેશના દુશ્મનોને ઇટનો જવાબ પત્થરથી આપવામાં આવે છે. પોતાના દેશના દુશ્મનોને જવાબ અત્યાર સુધી ફક્ત બે જ દેશ દેતા હતા પણ હવે ત્રીજો દેશ ભારત પણ આવી ગયો છે.
  Published by:Ashish Goyal
  First published: