Home /News /india /

બંગાળમાંથી ઘૂસણખોરોને ભગાડીશું શરણાર્થીઓને નહીં: અમિત શાહ

બંગાળમાંથી ઘૂસણખોરોને ભગાડીશું શરણાર્થીઓને નહીં: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કોલકતામાં રેલીને સંબોધિત કરી

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે મમતા બેનર્જી કે રાહુલ ગાંધીના પ્રયાસોથી એનઆરસીની પ્રક્રિયા નહીં અટકે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કોલકતામાં રેલીને સંબોધિત કરી. તેમણે આ દરમિયાન પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી સરકાર પર હુમલા કર્યા છે. અમિત શાહે કહ્યું રેલીની ભીડ આ વાતનો સંકેત છે કે પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીનું શાસન સમાપ્ત થવા જઇ રહ્યું છે.

    રેલીને અટકાવવાના પ્રયત્નો થયા

    અમિત શાહે કહ્યું કે પહેસા આ રેલીને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને હવે પશ્ચિમ બંગાળના તમામ સ્થાનિક ચેનલોને ડાઉન કરી દીધા છે. જેથી લોકો આ રેલીનું પ્રસારણ ન જોઇ શકે. તેમણે કહ્યું કે બીજેપી પશ્ચિમ બંગાળની વિરોધી કઇ રીતે હોય શકે. અમારી પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાજદ મુખર્જી બંગાળના જ છે. તેમણે કહ્યું કે બીજેપી બંગાળ વિરોધી નથી મમતા વિરોધી છે.

    NRC નહીં અટકે

    બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે મમતા બેનર્જી કે રાહુલ ગાંધીના પ્રયાસોથી એનઆરસીની પ્રક્રિયા નહીં અટકે. તેમણે કહ્યું કે એનઆરસી ઘૂસણખોરને ભગાડવા માટે છે. આસામમાં ન્યાયિક રીતે આને લાગૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલા ઘૂસણખોરના વોટ કમ્યુનિસ્ટ પાર્ટીને મળતા હતા તો મમતાજી તેમનો વિરોધ કરતી હતી. પરંતુ હવે તેમને વોટ મળવા લાગ્યા ત્યારે હવે તે એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે અને તેમને પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનાવી દીધું છે. શાહે કહ્યું કે અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આસામમાં એનઆરસીનું કામ શાંતિપુર્ણ રીતે કરવામાં આવશે. એનઆરસીનું કામ ન તો મમતા બેનર્જી રોકી શકશે ન તો રાહુલ ગાંધી કંઇ કરી શકે છે.

    મમતાની સરકારને કારણે ભ્રષ્ટાચાર વધ્યો

    શાહે કહ્યું કે મમતા સરકાર જ્યારથી આવી છે ત્યારથી ચોરો અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કાયદાની ધજ્જીઓ ઉડી ગઇ છે. કારખાના બંધ થઇ ગયા છે અને બોમ્બ બનાવવાના કારખાના ખુલી રહ્યાં છે. અપરાધના બધા રેકોર્ડ તૂટી ગયા છે. બીજેપી આવશે તો ઇમાનદાર, કડક કાયદા વ્યવસ્થાવાળી અને પશ્ચિમ બંગાળને જુની સાંસ્કૃતિક ઓળખ અપાવવાનું કામ કરશે.



    પોસ્ટર વોર

    અમિત શાહના પ્રવાસના કારણે એક બાજુ જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં જોશ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ ટીએમસી કાર્યકર્તાઓ કથિત રીતે રેલીનો વિરોધ કરી રહ્યાં હતાં. બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mamta Banarjee, અમિત શાહ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन