યુપી : સપા-બસપા અને રાહુલ ગાંધી એકસાથે આવે તો પણ જીતી શકશે નહીં - અમિત શાહ

અમિત શાહ (ફાઇલ ફોટો)

 • Share this:
  બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે મુગલસરાય રેલવે સ્ટેશનને નવું નામ પંડિત દિનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન આપ્યું છે. આ નામકરણ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આયોજીત જનસભાને સંબોધિત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ સાથે સપા અને બસપા પર જોરદાર પ્રહારો કર્યા હતા.

  અમિત શાહે કહ્યું હતું કે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની સ્મૃતિમાં મુગલસરાયમાં જે વિકાસ કાર્યોની શરૂઆત થઈ છે તે માટે હું ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારનો હાર્દિક ધન્યવાદ કરૂ છું. વિપક્ષ બીજેપીને રોકવા માટે એકસાથે ઉભો છે. બુઆ-ભત્રીજો અને રાહુલ ગાંધી મળી જાય તો પણ જીતી શકશે નહીં.

  અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષને આડે હાથે લેતા સવાલ કર્યો હતો કે સપા, બસપા અને કોંગ્રેસની પાર્ટી જવાબ આપે કે તે બાંગ્લાદેશી ધુસણખોરોને દેશની બહાર કાઢવા માંગે છે કે નહીં? તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ઓબીસી વર્ગને સંવૈધાનિક દરજ્જો આપનાર બિલને સમર્થન કરે કે ના કરે, ભારતીય જનતા પાર્ટી ઓબીસી વર્ગને તેમનો અધિકાર અપાવીને રહેશે.

  અમિત શાહે કહ્યું હતું કે અમને પુરો વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશમાં 73માંથી 74 સીટો થશે 72 નહીં થાય. કિસાનોએ જેટલું ઘઉનું ઉત્પાદન કર્યું છે તેને ખરીદવાનું કામ બીજેપી સરકારે કર્યું છે. સમાજવાદી પાર્ટીની સરકાર વચેટિયા રાખતી હતી. અમે કિસાનોને સીધા એકાઉન્ટમાં પૈસા મોકલવાનું કામ કર્યું છે.

  અમિત શાહે કહ્યું હતું કે પ્રદેશની 13 કરોડની વસતીને નમો યોજના આયુષ્યમાન ભારતમાં સ્વાસ્થ્યની બધી સુવિધાઓનો લાભ મળવાનો છે. તેનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. યોગી સરકારમાં આજે ઉત્તર પ્રદેશમાંથી માફિયા રાજ સમાપ્ત થઈ ગયું છે. બુઆ-બબુઆ કાળમાં યુપીમાં ગુંડાઓનું રાજ હતું.

  અમિત શાહે કહ્યું હતું કે બીજેપી સરકાર આવ્યા પછી રોકાણ આવી રહ્યું છે. યુપીમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. મોદી સરકારે યુપીના વિકાસ માટે 8 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: