લોકસભા ચૂંટણી 2019: BJPએ રાજનાથને આપ્યું ઘોષણાપત્ર, જેટલીને પ્રચારની જવાબદારી

લોકસભા ચૂંટણી 2019: BJPએ રાજનાથને આપ્યું ઘોષણાપત્ર, જેટલીને પ્રચારની જવાબદારી

રાજનાથ સિંહને બીજેપી માટે ચૂંટણી ઘોષણાપત્ર બનાવનાર સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે સમિતિઓની નિમણુક કરી છે. જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહને બીજેપી માટે ચૂંટણી ઘોષણાપત્ર બનાવનાર સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં રાજનાથ સિંહ સિવાય વિત્ત મંત્રી અરુણ જેટલી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી અને શિવરાજ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી અરુણ જેટલીને આપવામાં આવી છે. આ સમિતિમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્યવર્ધન સિંહ રાઠોર અને અનિલ જૈન જેવા નેતાને આપવામાં આવી છે.

  આ સિવાય સામાજીક સ્વંયસેવી સંગઠન સંપર્ક નામની સમિતિમાં નિતીન ગડકરી, કૈલાશ વિજયવર્ગીય, સદાનંદ ગૌડા અને કલરાજ મિશ્ર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સાહિત્ય નિર્માણ સમિતિમાં સુષ્મા સ્વરાજ, વિનય સહસ્ત્રબુદ્ધે, પ્રભાત ઝા, અનુરાગ ઠાકુર, અમિત માલવીયનો સમાવેશ કરાયો છે.  મીડિયા સમિતિમાં રવિશંકર પ્રસાદ, અનિલ જૈન, અનિલ બલૂની, સંબિત પાત્રા તથા સોશિયલ મીડિયા સમિતિમાં શ્યામ જાજુ, અમિત માલવીય, નૂપુર શર્માનો સમાવેશ કરાયો છે.
  Published by:Ashish Goyal
  First published: