Home /News /india /

કર્ણાટકઃ કોંગ્રેસના MLAને લાંચ આપવાનો પ્રયાસ, ઓડિયો વાયરલ

કર્ણાટકઃ કોંગ્રેસના MLAને લાંચ આપવાનો પ્રયાસ, ઓડિયો વાયરલ

    કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે એક સનસનીખેજ ઓડિયો ક્લિપ રજૂ કરી છે જેમાં ખનન માફિયા જનાર્દન રેડ્ડી કોંગ્રેસના એક ધારાસભ્યને મંત્રી બનાવવાના પ્રલોભનો આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

    આ ઓડિયો ક્લિપમાં રેડ્ડી વાલ્મિકી સમુદાયના એક પ્રમુખ નેતા રાયચૂર ગ્રામીણના ધારાસભ્ય બાસનગૌડા દડ્ડાલ સાથે વાત કરી રહ્યાં છે. પહેલા તેઓ શ્રમિકરા રાયથારા કોંગ્રેસના સભ્ય હતાં. આ પાર્ટી રેડ્ડીના સહયોગી બી શ્રીરામુલુએ 2011માં બીજેપીથી અલગ થઇને બનાવી હતી. આ યેદિયુરપ્પાના નજીકના માનવામાં આવે છે.

    ઓડિયો ક્લિપમાં વારંવાર દાવો કરી રહ્યાં છે કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે વિધાયકની એક બેઠક કરાવશે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હવે તે દળ નથી બદલી શકતા કારણ કે જ્યારે મારો સમય ખરાબ હતો ત્યારે તક આપી હતી.

    પરંતુ રેડ્ડી જોર આપીને કહી રહ્યાં હતાં કે જો તે તેમનો સાથ આપી દે તો તેમનો ખરાબ સમય ખરાબ થઇ જશે. રેડ્ડીએ કહ્યુ કે, 'આમા કોઇ શક નથી કે તમે અમારી પર વિશ્વાસ રાખીને ઘણું બધું જતુ કર્યું છે. પરંતુ હું તમને જણાવી રહ્યો છું કે આપ 100 ગણી પ્રગતિ કરશો.'

    આ ઓડિયો ક્લિપે બીજેપીને શરમાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક મંત્રી અને કર્ણાટકના પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઓડિયો ટેપ કોંગ્રેસની ગંદી ચાલ છે. તેમણે કહ્યું , 'લોકો અમારી પાસે આવી રહ્યાં છે કારણ કે અમારી પાસે લોકોનો જનાદેશ છે. અમે તેની નિંદા કરીએ છીએ. આ સીડીને સામે લાવવાનો અર્થ એ છે કે કાલે કોંગ્રેસ હારી જશે.'

    વિશ્વાસ મત પહેલા કોંગ્રેસ અને બીજેપી એકબીજા પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમના ધારાસભ્યો આનંદ સિંહનું બીજેપીએ અપહરણ કરી લીધું છે. પુર્વ ગૃહ મંત્રી રામલિંગ રેડ્ડીએ આરોપ લગાવ્યો કે બીજેપી નેતા ધારાસભ્યોને લાંચ આપવાના સતત પ્રયત્નો કરી રહ્યાં છે. આ બાબતમાં પહેલા જેડીએસ નેતાએ એચડી કુમારસ્વામીએ પણ દાવો કર્યો હતો કે બીજેપી નેતા પાર્ટીના ધારાસભ્યોને આકર્ષિત કરવા 100 કરોડ રૂપિયા આપવાની ઓફર કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Karnataka Election, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन