અમારી પાસે સૌથી લોકપ્રિય નેતા છે, બહુમતથી જીતીશું ચૂંટણી: અમિત શાહ

"અમને 2014થી વધારે પ્રચંડ બહુમત સાથે 2019માં જીત મળશે. અમારી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે."

News18 Gujarati
Updated: September 8, 2018, 1:07 PM IST
અમારી પાસે સૌથી લોકપ્રિય નેતા છે, બહુમતથી જીતીશું ચૂંટણી: અમિત શાહ
ભારતીય જનતા પાર્ટી (BJP)ની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ થઇ ગઇ છે.
News18 Gujarati
Updated: September 8, 2018, 1:07 PM IST
ભારતીય જનતા પાર્ટી (BJP)ની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ થઇ ગઇ છે. ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આયોજીત આ બેઠકમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે પરિસ્થિતિ છે તે અંગે ચર્ચા કરવામા આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મામલા પર વિપક્ષને કયા પ્રકારે જવાબ આપવો. જે ભ્રમની સ્થિતિ ઉભી થઇ છે તેની સાથે કેવી રીતે કામ લેવું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટી એનઆરસીને લઇ મોટા પાયે ચર્ચા કરી શકે છે.

આ બેઠકમાં દિલ્હી બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાના બેભાન થઇ ગયા હતાં. જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

અમિત શાહે બેઠકમાં જણાવ્યું કે, "અમને 2014થી વધારે પ્રચંડ બહુમત સાથે 2019માં જીત મળશે. અમારી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાના પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે."

આ બેઠકમાં આગામી થોડા મહિનામાં થનારી 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે 2019માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી થોડા મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં બીજેપી સત્તા પર છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી બીજેપીએ સત્તા પર કબજો જમાવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે. હાલ તેમની સત્તા જાળવી રાખવી પાર્ટી માટે મોટો પડકાર છે.
First published: September 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...