જેટલા વધારે દળ મળશે તેટલું જ દળદળ થશે અને તેમાં કમળ ખીલશે: PM

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ઉત્તરપ્રદેશની મુલાકાત પર છે. આજે તે શાહજહાંપુર પહોંચ્યાં હતાં. અહીંયા તેમણે ખેડૂત કલ્યાણ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મહાગઠબંધન અંગે કટાક્ષમાં કહ્યું કે જેટલા વધારે દળ મળશે તેટલું જ વધારે દળદળ થશે અને જેટલું વધારે દળદળ હશે તેમાં જ કમળ ખીલશે.

  કારણ ન જણાવ્યું પરંતુ ગળે પડ્યાં

  પીએમ મોદીએ શુક્રવારે સંસદમાં લવાયેસ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બોલતા કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણા ખૂણાને મોદી પર વિશ્વાસ છે પરંતુ કેટલાક દળોને વિશ્વાસ નથી. મોદીએ કહ્યું, 'અમે તેમના અવિશ્વાસ માટે અનેક વાર પૂછ્યું પરંતુ તેમણે કારણ ન જણાવ્યું પરંતુ ગળે પડ્યાં.' તેમણે આગળ જણાવતાં કહ્યું કે, અહંકાર, દંભ અને દમણના સંસ્કાર આજનું યુવા ભારત સહન કરવા તૈયાર નથી. સાઇકલ હોય કે હાથી કોઇપણ હોય સાથી સ્વાર્થનું આખું નાટક દેશ સમજે છે.

  શેરડીના ખેડૂતોને લાભ

  પોતાના ભાષણમાં ખેડૂતોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આખા દેશના ખેડૂતો અમને આર્શીવાદ આપી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા શેરડી વાવતા ખેડૂતો મને મળવા દિલ્હી આવ્યાં હતા અને મેં તેમને કહ્યું હતું કે, ખૂબ જલ્દી તમારા માટે એક ખુશખબરી સાંભળવા મળશે અને આ વાયદો નિભાવતા હું આજે શાહજહાંપુર આવ્યો છું. અમારી સરકારે નિર્ણય કર્યો છે કે દેશના શેરડી વાવતા ખેડૂતોને શેરડીની પડતર ખર્ચના મૂલ્યની ઉપર લગભગ 80 ટકા સીધો લાભ મળશે. ધાન, મકાઈ, દાળ અને તેલવાળા 14 પાકોને સરકારી મૂલ્યમાં 200 રૂપિયાથી 1800 રૂપિયાનો વધારો દેશના ઈતિહાસમાં ક્યારેય કરવામાં આવ્યો નથી.

  વિપક્ષ પાસે પણ સમય હતો

  વિપક્ષ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે જે ખેડૂતો માટે ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે તેમની પાસે પણ આ કામ કરવાનો મોકો હતો. ત્યારે તેમની પાસે ખેડૂતો માટે કાર્યો કરવાનો સમય નહોતો.
  Published by:Kaushal Pancholi
  First published: