Home /News /india /કોંગ્રેસમાં જઈ શકે છે બીજેપી સાંસદ વરૂણ ગાંધી! પ્રિયંકા કરશે મધ્યસ્થી

કોંગ્રેસમાં જઈ શકે છે બીજેપી સાંસદ વરૂણ ગાંધી! પ્રિયંકા કરશે મધ્યસ્થી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં જ પાર્ટી અધ્યક્ષ પદ સંભાળશે. ઈન્ડિયા ટૂડે વેબસાઈટ પર છાપેલી ખબર અનુસાર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રાહુલ ગાંધી પોતાના કજિન ભાઈ અને બીજેપી સાંસદ વરૂણ ગાંધીનું સૌથી જુની પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સ્વાગત કરી શકે છે. આગ્રાના એક સ્થાનિક નેતાનું માનવું છે કે, વરૂણ ગાંધીને જે જગ્યા મળવી જોઈએ તે જગ્યા બીજેપીમાં મળી રહી નથી. રાજ્યમાં મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં વરૂણ ગાંધી સૌથી પ્રબળ દાવેદાર હતા પરંતુ પાર્ટી દ્વારા તેમને પૂરી રીતે નજર અંદાજ કરી દીધા હતા. ઈન્ડિયા ટૂડે સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ મુસ્લિમ નેતા હાજી જમીલુદ્દીને કહ્યું કે, ભગવા રંગવાળી પાર્ટીમાં વરૂણ ગાંધીને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે.


જમીલુદ્દીને કહ્યું સાર્વજનિક રૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય પાર્ટીના કોઈપણ નેતાને પોતાના મનની વાત કહેવાની તક પણ આપવામાં આવતી નથી. વરૂણ ગાંધી બીજેપીના તે નેતાઓમાંથી એક છે જે મોદી સરકારમાં ડર્યા વગર પોતાના સલાહ સૂચન આપે છે અને તેની કિંમત પાર્ટી દ્વારા તેમને નજર અંદાજ કરીને ચૂકાવવામાં આવી રહી છે. યૂપીમાં સત્તામાં આવ્યા બાદ બીજેપીના કેટલાક સમર્થનોએ વરૂણ ગાંધીનું નામ મુખ્યમંત્રીના ઉમેદવારના રૂપમાં સૌથી આગળ રાખ્યું હતું પરંતુ તેમને સાઈડ પર કરીવને યોગી આદિત્ય નાથને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા.


જમીલુદ્દીન ઉપરાંત એક અન્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજી મંજૂર અહેમદે કહ્યું કે, આગામી 2019ના લોકસભા ઈલેક્શનમાં એક સભ્ય અથવા પદાધિકારીના રૂપમાં વરૂણ ગાંધીને કોંગ્રેસની કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રિયંકા ગાંધીના સમર્થનથી વરૂણ ગાંધી અને રાહુલ ગાંધીને પાર્ટીનો મજબૂત ભાગ બનાવવામાં આવી શકે છે, કેમ કે પ્રિયંકા અને વરૂણ વચ્ચે ખુબ જ સારા સંબંધ છે. તે ઉપરાંત અહેમદે જણાવ્યું કે, વરૂણ ગાંધીને બીજેપીથી બહાર લાવવા અને તેમને કોંગ્રેસમાં સામેલ કરવા માટે પ્રિયંકા એક મુખ્ય સ્ત્રોત બની શકે છે. જો આવું થાય છે તો લગભગ 35 વર્ષ બાદ નહેરૂ-ગાંધી પરિવારની એકતા ફરીથી કામય થશે.


First published:

Tags: Priyanka gandhi, Varun gandhi, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन