ક્યારેક મોદી સાથે અમેરિકા ફરતા હતા, હવે મંત્રીમંડળમાં થયો સમાવેશ

News18 Gujarati
Updated: May 30, 2019, 9:59 PM IST
ક્યારેક મોદી સાથે અમેરિકા ફરતા હતા, હવે મંત્રીમંડળમાં થયો સમાવેશ
ક્યારેક મોદી સાથે અમેરિકા ફરતા હતા, આજે મંત્રીમંડળમાં થયો સમાવેશ

તેલંગાણાની સિકંદરાબાદ લોકસભા સીટથી વિજેતા બનેલા બીજેપી સાંસદ કિશન રેડ્ડીને પીએમ મોદીની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું

  • Share this:
તેલંગાણાની સિકંદરાબાદ લોકસભા સીટથી વિજેતા બનેલા બીજેપી સાંસદ કિશન રેડ્ડીને પીએમ મોદીની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. કિશન રેડ્ડી તેલંગાણા બીજેપીના અધ્યક્ષ છે. 2019ની ચૂંટણીમાં તેલંગાણામાં બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટીનો વોટ શેર ડબલ થયો છે અને 4 સીટો પર જીત મળી છે. રાજ્યમાં બીજેપીને મજબૂત કરવામાં કિશન રેડ્ડીનો મહત્વપૂર્ણ રોલ છે.

કિશણ રેડ્ડી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. તેમણે બે વખત અંબરપેટ વિધાનસભા સીટથી જીત મેળવી હતી. જોકે હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. આ પછી રેડ્ડીએ સિકંદરાબાદ સીટથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. કિશન રેડ્ડીને પ્રધાનમંત્રીના નજીકના માનવામાં આવે છે. તેમણે મોદી સાથે 25 વર્ષ પહેલા અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તેમણે અમેરિકામાં પ્રધાનમંત્રી મોદી સાથેની પોતાની તસવીર શેર કરી હતી. 2019ની ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા અને જીત મેળવી છે.

આ પણ વાંચો - જ્યારે પીએમ મોદીને ટીવી પર શપથ લેતા જોઈને ભાવુક થયા હીરાબા

પીએમ મોદીની નીતિઓ ઉપર ચાલનારા કિશન રેડ્ડીએ જીત પછી લોકોને આગ્રહ કર્યો હતો કે જે પણ લોકો તેમને મળવા આવી રહ્યા છે તે ફુલ અને ગુલદસ્તાના બદલે ભેટમાં નોટબુક આપે. લોકો પાસેથી મળેલ નોટબુક ગરીબ પરિવારના બાળકોને આપી દેવામાં આવશે. તેમના આ સંદેશાએ લોકોના દિલ જીતી લીધા હતા.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...