મધ્ય પ્રદેશના બીજેપીના ધારાસભ્ય વિશ્વાસ સારંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન કર્યું છે. બીજેપી ધારાસભ્યે રક્ષાબંધનના દિવસે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી ક્યારેય રાહુલ ગાંધીને રાખડી બાંધી હોય એવી કોઈ સાબિતી નથી. ધારાસભ્યે પ્રિયંકા-રાહુલની રાખડી બાંધવા વાળી તસવીર લાવનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
નરેલા વિધાનસભા ક્ષેત્રથી બીજેપી ધારાસભ્ય વિશ્વાસ સારંગે જાહેરાત કરી છે કે જો કોઈ રાહુલ ગાંધીની પ્રિયંકાના હાથેથી રાખડી બાંધતા સમયની તસવીર બહાર લાવશે તો તેને ઇનામ આપશે. વિશ્વાસ સારંગનું આ નિવેદન રક્ષાબંધનના પ્રસંગે મુખ્યમંત્રી કમલનાથે કેટલીક ખાસ મહિલાઓ પાસે રાખડી બાંધવાના મામલે આવ્યું છે. તમને જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસે પ્રિયંકા ગાંધીએ રાહુલ સાથે બાળપણની એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.
ઇટાલીના રિત રિવાજો માને છે રાહુલ-પ્રિયંકા વિશ્વાસ સારંગે કમલનાથ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ઇટાલીના રિત રિવાજ માનનાર નેતા જ્યારે સત્તામાં આવશે તો આવી જ તસવીરો સામે આવશે. કોંગ્રેસના નેતાઓને રક્ષાબંધન સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ લોકો ઇટાલીની નીતિ માને છે.
તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં જ્યારે શિવરાજ સિંહ મુખ્યમંત્રી હતી ત્યારે સીએમ હાઉસમાં રક્ષાબંધનના દિવસે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું અને શિવરાજ સિંહ મહિલાઓ પાસે રાખડીઓ બંધાવતા હતા.
(રિપોર્ટ - શરદ શ્રીવાસ્તવ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર