આ છે વિકાસ: પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનો ભાજપે દર્શાવ્યો ઘટતો ગ્રાફ!

ભાજપે તેમનું અનોખુ ગણિત જ્ઞાન આ ગ્રાફમાં દર્શાવ્યુ છે. જેમાં વર્ષ 2004થી વર્ષ 2018 સુધીમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કેટલાં ટકા વધારો થયો છે તે દર્શાવવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: September 11, 2018, 10:00 AM IST
આ છે વિકાસ: પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનો ભાજપે દર્શાવ્યો ઘટતો ગ્રાફ!
ભાજપનો વિકાસ ગ્રાફ!
News18 Gujarati
Updated: September 11, 2018, 10:00 AM IST
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીનાં ઓફિશિયલ ટ્વિટર પેજ પર બે ગ્રાફ દર્શાવતી એક તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો નહીં પણ ઘટાડો થયો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. ભાજપે તેમનું અનોખું ગણિતજ્ઞાન આ ગ્રાફમાં દર્શાવ્યું છે. જેમાં વર્ષ 2004થી વર્ષ 2018 સુધીમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કેટલાં ટકા વધારો થયો છે તે દર્શાવવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા જે ચાર્ટ શેર કરવામાં આવ્યો છે તે જોઇને તો લાગે કે 'જીસકી લાઠી ઉસકી ભૈંસ'. કારણ કે ટ્વિટર એકાઉન્ટમાં ભાજપનો ગ્રાફ ભાજપે જ તૈયાર કર્યો છે, સરકાર પણ ભાજપની હોય તો નીચું કેમ પડવા દે!

એક તરફ જ્યાં કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવને કારણે ભારત બંધ રાખતુ હોય. ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનાં બચાવમાં કંઇક ગતકડું કરે તે તો સ્વાભાવિક છે. પણ આ લુલો બચાવ સરકારશ્રી પ્રજાને સમજાવી શકે તો સારું..
Loading...

'પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો પણ ગ્રાફમાં ઘટાડો', ભાજપની પોસ્ટ પર કોંગ્રેસનો કટાક્ષ

કારણ કે આવું ગણિતનું જ્ઞાન તો ગણિતશાસ્ત્રીઓને પણ ચક્કર ચઢાવે તેમ છે. તો પછી સામાન્ય માણસને શું સમજણ પડે. વર્ષ 2004થી વર્ષ 2018 સુધીમાં પેટ્રોલનાં ભાવમાં વધારાનો જે ગ્રાફ છે તે મુજબ કિંમત રૂપિયા લેખે બતાવવામાં આવે તો ગ્રાફ ઉંચો જાય. આ માટે જ તેમણે આખો ગ્રાફ ટકાવારી પ્રમાણે બનાવ્યો છે.  વર્ષ 2018માં પેટ્રોલ 80 રૂપિયાને પાર જવા છતાં ગ્રાફમાં તેનો સ્તંભ નાનો બતાવવામાં આવ્યો છે.

સત્તા પક્ષો દ્વારા એમ પણ આંકડા અને ઇતિહાસ સાથે ચેડા કરવા કંઇ નવી વાત નથી. તેઓ આ પ્રાકરે જનતાને મુરખ બનાવવામાં માસ્ટરી ધરાવે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલી બંને તસવીરો બાદ ટ્વિટર યુઝર્સે ઘણી કમેન્ટ્સ પણ કરી છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યુ છે કે, ભાજપ સોશિયલ મીડિયા યુઝર્સને શું મુરખ સમજે છે? તો આવા મુર્ખામી ભર્યા ચાર્ટ તૈયારી કરીને લોકોને ઉલ્લું બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...