Analysis: 2019ની રેસમાં પાછળ છૂટ્યો વિકાસ, રામ મંદિર બન્યો સૌથી મોટો મુદ્દો

News18 Gujarati
Updated: November 4, 2018, 11:34 AM IST
Analysis: 2019ની રેસમાં પાછળ છૂટ્યો વિકાસ, રામ મંદિર બન્યો સૌથી મોટો મુદ્દો
Analysis: 2019ની રેસમાં પાછળ છુટ્યો વિકાસ, રામ મંદિર બન્યો સૌથી મોટો મુદ્દો

આરએસએસ અને બીજેપીના ઘણા નેતા સતત અયોધ્યામાં મંદિર બનાવવાની માંગણી કરી રહ્યા છે

  • Share this:
(પ્રાંશુ મિશ્રા)

દશેરાથી અત્યાર સુધી ફક્ત 20 દિવસોમાં રામ મંદિરના મુદ્દાએ રાજનીતિક જોર પકડી લીધું છે. આરએસએસ અને બીજેપીના ઘણા નેતા સતત અયોધ્યામાં મંદિર બનાવવાની માંગણી કરી રહ્યા છે. એક તરફ જ્યાં રાજનીતિક મુદ્દાની દિશા બદલી રહી છે. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં હિન્દુત્વના એજન્ડાને જોતા બ્રાન્ડ યોગી ઝડપથી ઉભરી રહ્યા છે.

આ વાત ત્યારે શરુ થઈ જ્યારે દશેરા દરમિયાન આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે આયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે કાયદો બનવો જોઈએ. અહીં સવાલ ઉભો થાય છે કે શું 2019 લોકસભા ચૂંટણી માટે બીજેપીનો એજન્ડા વિકાસ નહીં રામ મંદિર હશે

એમ લાગે છે કે બીજેપી ફરી વિકાસના મુદ્દાને છોડીને રામ મંદિર તરફ શિફ્ટ થઈ રહી છે અને આ મામલે કોઈ અન્ય નેતાને બદલે યોગી આદિત્યનાથ આ બધી રાજનીતિક વિમર્શનો ચહેરો બનતા જઈ રહ્યા છે.

વિકાસનો ચહેરો ગણાતા પીએમ મોદી રામ મંદિરના મુદ્દા પર ક્યારેય કશું બોલ્યા નથી. આ બધો ભાર યોગી પાસે છે કારણ કે તે ઘણી મજબુત રીતે આ મુદ્દાને ઉઠાવતા જોવા મળે છે.

 આ પણ વાંચો - સરદાર પટેલ પછી સરયૂના કિનારે યોગી આદિત્યનાથ બનાવશે રાજા રામની ભવ્ય પ્રતિમાપણ સવાલ એ છે કે શું બીજેપી-આરએસએસની રણનીતિ છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સ્વાભાવિત રાજનીતિ છે, કારણ કે 1990માં પ્રથમ વખત ગોરખપુરથી સાંસદ બનવાની સાથે આદિત્યનાથ હિન્દુત્વને લઈને ઘણા પ્રખર રહ્યા છે.

બીજી વાત એ છે કે પીએમ મોદી હજુ એકપણ વખત અયોધ્યા ગયા નથી જ્યારે યોગી સીએમ બન્યા પછી બે વખત મંદિર ગયા છે અને પૂજા પણ કરી છે. તે રામ મંદિર પર હંમેશા બોલે છે. તે કહે છે કે ભગવાન રામ પોતે જ રામ મંદિરના નિર્માણનો નિર્ણય કરશે. તેઓ કહે છે કે રામ મંદિર હતું અને રહેશે જ.

આ પણ વાંચો  - કેટલાક નેતાઓનું મોઢું ખુલતા જ AK-47ની જેમ ધડ-ધડ જૂઠ નીકળે છે: PM મોદી

દિવાળીના સમયે યોગી ફરીથી અયોધ્યા જવાના છે અને આવી સ્થિતિમાં તેમનું આગળનો પ્લાન શું હશે. સુત્રોના મતે બધુ ઠીક રહેશે તો યોગી આદિત્યનાથ રામ મંદિરનો પાયો નાખશે. જોકે રામ મંદિર નિર્માણ મામલે રાજ્ય સરકારના હાથમાં કશું જ નથી. બધુ કેન્દ્ર સરકાર તરફથી થશે.

રાફેલ ડીલ, સીબીઆઈ અને સકાર વચ્ચે વિવાદથી સરકાર માટે મુશ્કેલી બની રહી છે. આ સમયે રામ મંદિર અને હિન્દુત્વનો મુદ્દો ગેમ ચેન્જર સાબિત થશે. જો રામ મંદિરનો મુદ્દો બીજેપી માટે મુખ્ય મુદ્દો રહેશે તો બ્રાન્ડ યોગી તેમા ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે.
First published: November 4, 2018
વધુ વાંચો
अगली ख़बर