ગુજરાત જીતઃ બીજેપી યુવા મોરચાના અધ્યક્ષે હવામાં ફાયરિંગ કરી વ્યક્ત કરી ખુશી!

ભાજપની જીતની ખુશીમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ સામંતસિંહ ચૌહાણે હવામાં ફાયરિંગ કરીને જીતની ખુશી મનાવી હતી.

ભાજપની જીતની ખુશીમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ સામંતસિંહ ચૌહાણે હવામાં ફાયરિંગ કરીને જીતની ખુશી મનાવી હતી.

  • Share this:
ભોપાલઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતે કાર્યકર્તાઓ અને નેતાઓમાં ખુશીનો માહોલ સર્જી દીધો છે. ભાજપની જીતની ખુશીમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ સામંતસિંહ ચૌહાણે હવામાં ફાયરિંગ કરીને જીતની ખુશી મનાવી હતી. મધ્ય પ્રદેશના બાલાગુડા ગામમાં સામંતસિંહે ઢોલ નગારા સાથે બીજેપીના કાર્યકરો સાથે ગુજરાતમાં કેસરિયાની જીતને ફાયરિંગથી વધાવી હતી.

ગામમાં ભાજપની જીતની ખુશી માટે એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં સામંતસિંહ ઉપરાંત સાંસદ પ્રતિનિધિ રમેશચંદ્ર પાટીદારે અનેક વખત હવામાં ફાયરિંગ કર્યું હતું.

પક્ષની જીતની ખુશીમાં સામંતસિંહ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કર્યો, કારણ કે આ ફાયરિંગમાં કોઈ દુર્ઘટના પણ બની શકતી હતી. જોકે, વીડિયો વાયરલ થતાં જ પાર્ટીના નેતાઓએ આ આંગે યોગ્ય પગલા લેવાની વાત કરી છે. મંદસૌર પોલીસ પણ આ ઘટના બાદ દોડતી થઈ ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.
First published: