બીજેપી સહાનુભૂતિ માટે મોદીને ધમકીભર્યાં પત્રનું કાર્ડ રમે છેઃ પવાર

શરદ પવાર (ફાઇલ ફોટો)

 • Share this:
  મોદીની 'રાજીવ ગાંધી'ની જેમ હત્યા કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ આ બાબતે વિવાદ છેડાયો છે. નેશનલ કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે આ અંગે કહ્યું છે, ધમકીભર્યા પત્રનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવ્યો છે. શુક્રવારે મહારાષ્ટ્રના પુણે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે નક્સલીઓ પાસેથી મળેલા એક પત્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'રાજીવ ગાંધીની સ્ટાઇલ'માં રોડ શોમાં દરમિયાન હત્યા કરવાના કાવતરાનો ખુલાસો થયો છે.

  રવિવારે એક રેલીને સંબોધતા શરદ પવારે જણાવ્યું હતું કે, "બીજેપીને હવે ભાન થયું છે કે તેઓને લોકોનું સમર્થન નથી મળી રહ્યું. આથી સહાનુભૂતિ મેળવવા માટે તે ધમકીભર્યા પત્રનું કાર્ડ રમી રહી છે. મને વિશ્વાસ છે કે લોકો બીજેપીની આવી યુક્તિથી ભોળવાશે નહીં."

  આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુંખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, મને આશા ન હતી કે શરદ પવાર આટલા નીચલા સ્તર સુધી પહોંચી જશે. "આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે પોલીસે મોદીની હત્યાનાં કાવતરાનો પર્દાફાશ કર્યો છે તેના પર શરદ પવાર જી શંકા ઉભી કરી રહ્યા છે."

  મરાઠીમાં કરેલા ટ્વિટમાં ફડણવીશે લખ્યું છે કે, "પવાર જીએ રાષ્ટ્રનું રાજકારમ કરવું જોઈએ તિરસ્કાર કે ધિક્કારનું નહીં."

  વાંચોઃ મોદીની હત્યાનું ષડયંત્રઃ ગડકરીની ચેતવણી બાદ શેહલા બોલી વ્યંગ્ય હતું TWEET 

  નોંધનીય છે કે મોદીને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ આવો જ પત્ર દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યો હતો. આ પત્ર નક્સલી સંગઠન તરફથી મળ્યો છે, જેમાં તેમને અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે.

  એનસીપીના એક કાર્યક્રમને સંબોધન કરતા શરદ પવારે કહ્યું હતું કે, "મેં એક ફરજમુક્ત થયેલા ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાતચીત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે જ્યારે પણ આવો ધમકીભર્યો પત્ર મળે છે ત્યારે તેને મીડિયા સામે રજૂ નથી કરવામાં આવતો પરંતુ તેને સુરક્ષા એજન્સીઓને આપવામાં આવે છે જેનાથી જે-તે વ્યક્તિની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરી શકાય."

  ડિસેમ્બરમાં પુણે ખાતે યોજાયેલી 'ઇલગર પરિષદ'માં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાંથી એક એવા રોના વિલ્સન પાસેથી પોલીસને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ભીમા-કોરેગાંવ હિંસા બાદ આ પરિષદ મળી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: