Home /News /india /

અમિત શાહના નેતૃત્વમાં જ લોકસભાની ચૂંટણીમાં ઉતરશે BJP

અમિત શાહના નેતૃત્વમાં જ લોકસભાની ચૂંટણીમાં ઉતરશે BJP

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ તસવીર)

SC/STના મુદ્દા ઉપર શાહે કહ્યું હતું કે બીજી જાતિઓમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેની કોઈ અસર ચૂંટણી ઉપર પડશે નહીં

  બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં એ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી વર્તમાન અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં લડવામાં આવે. News18ને સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ સંબંધે કાર્યકારિણીમાં પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. એનો મતલબ એ છે કે અમિત શાહનો કાર્યકાળ વધશે. અમિત શાહનો કાર્યકાળ 2019ના જાન્યુઆરીમાં ખતમ થઈ રહ્યો છે. જોકે લોકસભાની ચુંટણી હોવાથી અધ્યક્ષની ચૂંટણી એક વર્ષ પછી કરાવવામાં આવે તેવી સંભાવના છે.

  રાષ્ટ્રીય કાર્યકારિણીમાં અમિત શાહે કહ્યું હતું કે આપણે ચૂંટણીની દ્રષ્ટીએ સંગઠનને તૈયાર કરવાનું છે. કેટલીક રાજનીતિ પાર્ટીઓ ભ્રમ ફેલાવી રહી છે પણ આપણે ફરી સત્તામાં પાછા આવીશું. બીજેપી પોતાના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે વ્યક્તિઓ પાસે મોકલશે અને તેમનો એક ડેટા બેસ તૈયાર કરાશે.

  SC/STના મુદ્દા ઉપર શાહે કહ્યું હતું કે બીજી જાતિઓમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેની કોઈ અસર ચુંટણી ઉપર પડશે નહીં. બીજેપીએ આગામી વર્ષે યોજાનાર લોકસભામાં બધાને સાથે રાખતા 2014થી પણ વધારે બહુમતથી સરકાર સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો છે.

  સુત્રોએ જણાવ્ચું હતું કે બીજેપી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકમાં સંકલ્પ લેવામાં આવ્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષોની બેઠકમાં ‘અજેય બીજેપી’ના નારો અંગીકાર કરવામાં આવ્યો હતો.

  તેમણે જણાવ્યું હતું તે બીજેપીને પુરો વિશ્વાસ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 2014ની લોકસભા ચૂંટણી કરતા વધારે બહુમતથી જીત મેળવીશું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amit shah, Lok Sabha elections, નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર