Home /News /india /

કોંગ્રેસનો ટોણો: ભાજપે પહેલા અડવાણીને 'માર્ગદર્શક' બનાવ્યાં, હવે બેઠક છીનવી

કોંગ્રેસનો ટોણો: ભાજપે પહેલા અડવાણીને 'માર્ગદર્શક' બનાવ્યાં, હવે બેઠક છીનવી

અમિત શાહ અને એલ. કે. અડવાણીની ફાઇલ તસવીર

'પહેલા લાલ કૃષ્ણ અડવાણીને જબરદસ્તી 'માર્ગદર્શક' મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી.'

  ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ ન આપવા અંગે કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે.

  કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, 'પહેલા લાલ કૃષ્ણ અડવાણીને જબરદસ્તી 'માર્ગદર્શક' મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી. જ્યારે પીએમ મોદી વૃદ્ધોનો આદર નથી કરી શકતા તો તેઓ જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો.'  નોંધનીય છે કે બીજેપીએ ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પહેલી સૂચી જાહેર કરી છે. ગાંધીનગરમાં આ વખતે અડવાણીની જગ્યાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં ગાંધીનગરથી બીજેપીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે તેઓ આ સીટ પરથી 1998થી ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે.

  આ પણ વાંચો: 21 વર્ષથી ગાંધીનગરના સાંસદ અડવાણીનું નામ કપાયું, અમિત શાહે લીધું સ્થાન

  જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. તો ગૃહમંત્રી રાજનાથ સિંહ લખનઉની બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે.

  આ પણ વાંચો: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? જાણો કોને જીતાડી રહ્યા છે જ્યોતિષ

  તો કેશવપ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યને બદાયુંથી ટિકિટ મળી છે. હેમા માલિની મથુરાથી તો સત્યપાલ સિંહ બાગપતથી ચૂંટણી લડશે. ગાઝિયાબાદથી વી.કે. સિંહ, ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્મા અને આસનસોલથી બાબુલ સુપ્રિયો ચૂંટણી લડશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: L K Advani, Loksabha election 2019, અમિત શાહ, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन