ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પછી ખડસેએ કહ્યું - BJPથી નહીં, બે-ત્રણ નેતાઓથી નારાજ

News18 Gujarati
Updated: December 10, 2019, 10:42 PM IST
ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પછી ખડસેએ કહ્યું - BJPથી નહીં, બે-ત્રણ નેતાઓથી નારાજ
ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પછી ખડસેએ કહ્યું - BJPથી નહીં બે-ત્રણ નેતાઓથી નારાજ

એકનાથ ખડસેએ અટકળો પર કહ્યું- હું શિવસેના જોઈન કરી રહ્યો નથી

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)સાથે મંગળવારે બીજેપી નેતા એકનાથ ખડસેએ મુલાકાત કરી હતી. ઠાકરે સાથે મુલાકાત પછી એકનાથ ખડસે(Eknath Khadse)ની શિવસેનામાં જવાની અટકળો વધી ગઈ છે. જોકે થોડા સમય પછી ખડસેએ સ્પષ્ટ કર્યું હતું કે હાલ શિવસેના જોઈન કરી રહ્યો નથી.

એકનાથ ખડસેએ અટકળો પર કહ્યું હતું કે હું શિવસેના જોઈન કરી રહ્યો નથી. મારી પાર્ટી (BJP) સામે કોઈ નારાજગી નથી. હું ફક્ત 2-3 નેતાઓના વ્યવહારથી નારાજ છું. ઉલ્લેખનીય છે કે બંનેની આ મુલાકાત નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાના સમર્થન પછી થઈ છે.

કહેવામાં આવે છે કે મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે પાર્ટીથી નાખુશ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ પછી ખડસે રાજ્ય નેતૃત્વની ટિકા કરતા રહ્યા છે. આવા સમયે અટકળો કરવામાં આવે છે કે તે કોઈ પગલું ભરી શકે છે. આ પહેલા સોમવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.

આ પણ વાંચો - નાગરિકતા બિલ : શિવસેનાએ કહ્યું - સરકાર જ્યાં સુધી સવાલોના જવાબ નહીં આપે, સમર્થન નહીં

સારું થાત જો BJP-શિવસેના એકસાથે આવી જાત - મનોહર જોશી
આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના નેતા મનોહર જોશીએ કહ્યું હતું કે મારા મત પ્રમાણે શિવસેના અને બીજેપી એકસાથે આવી જાય તો સારું થશે. પણ વર્તમાનમાં બંને પાર્ટીઓ આવું ઇચ્છતી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે યોગ્ય સમયે નિર્ણય કરશે. નાના મુદ્દા પર લડવાના બદલે યોગ્ય છે કે કેટલીક વાતોને સહન કરી લેવામાં આવે. જો બંને દળ સાથે કામ કરે તો આ બંને માટે શાનદાર રહેશે.
First published: December 10, 2019, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading