વિકાસ નહીં ભાવનાત્મક મુદ્દાઓ પર જીતી બીજેપી: અશોક ગેહલોત

  • Share this:
ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ભાજપની જીતને વિકાસની જીત નથી ભાવનાત્મક જીત ગણાવી છે. ગેહલોતે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે અમે ગુજરાતમાં વિકાસની વાત કરી, મોંઘવારીની વાત કરી, ખેડૂતોની વાત કરી, રોજગારી વાત કરી પરંતુ પીએમે આ મુદ્દો પર એકવાર પણ વાત કરવાનો પ્રયત્ન નથી કર્યો.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા તો ઘ્રુવીકરણની રાજનીતિ કરી પરંતુ જ્યારે આમા તેઓ સફળ ન થઈ શક્યા તો તેમણે યુવાઓ અને ગુજરાતની જનતાને સાથે ભાવનાત્મક મુદ્દાઓ પર રમવાનું શરૂ કરી દીધો.

મોદી ક્યારેક પોતાની જાતને ગુજરાતનો દિકરો ગણાવતો તો ક્યારેક રાહુલને ગુજરાતની બહારનો કહીને જનતાના મગજમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે. પીએમ મોદી અને અમિત શાહે કોઈપણ પ્રકારના વિકાસની વાત નથી કરી. તેમણે ભાવના ભડકાવી છે.રાહુલ ગાંધીમાં ઈન્દિરાજીની છબી
અશોક ગહેલોતે કહ્યું કે આ વખતે ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે તેઓ ભાજપને કાંટાની ટક્કર આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે રાહુલની અંદર ઈન્દિરા ગાંધીની છબી દેખાય છે.
First published: