JEE એક્ઝામના મુદ્દે બીજેપીએ મમતાને વળતો જવાબ આપ્યો, વિજયવર્ગીયએ કહ્યું -‘ડિવાઇડર દીદી’

News18 Gujarati
Updated: November 7, 2019, 7:25 PM IST
JEE એક્ઝામના મુદ્દે બીજેપીએ મમતાને વળતો જવાબ આપ્યો, વિજયવર્ગીયએ કહ્યું -‘ડિવાઇડર દીદી’
JEE એક્ઝામના મુદ્દે બીજેપીએ મમતાને આકરો જવાબ આપ્યો, વિજયવર્ગીયએ કહ્યું -‘ડિવાઇડર દીદી’

CM વિજય રુપાણીએ કહ્યું -ડિયર ડિવાઇડર દીદી, તમારા રાજ્યમાં લોકોને વિકાસની જરુર છે. આ પ્રકારના ભાગલા વાળા સ્ટંટની જરુર નથી

  • Share this:
દેશની પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે આયોજીત જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE Main)ને હિન્દી અને અંગ્રેજી સિવાય ગુજરાતીમાં કરાવવાના નિર્ણય પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ સવાલ ઉઠાવ્યા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ બધા તથ્યો સાથે મમતા બેનરજીના સવાલોના જવાબ આપ્યા છે. બીજી તરફ આ મુદ્દે બીજેપીના નેતાઓએ મમતા બેનરજી ઉપર પ્રહારો કર્યા છે.

બીજેપીના મહાસચિવ કૈલાશ વિજયર્ગીયએ(Kailash Vijavargiya) મમતા બેનરજીને (Mamata Banerjee)ને ડિવાઇડર દીદી કહ્યા છે. તેમણે મમતા બેનરજીના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે તમે દેશને ભાષાના આધારે વહેંચશો નહીં. વિજયવર્ગીયએ ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું છે કે, ડિયર ડિવાઇડર દીદી, ભાષાના નામે લોકોને વહેંચવાથી રાજ્યમાં તમારા વોટ વધશે નહીં. તમે બંગાળી ભાષામાં એક્ઝામ કરાવવા માટે ક્યારેય પોતાની તરફથી કહ્યું જ નથી. આ સાથે જ કૈલાશ વિજયવર્ગીયએ એક નોટિસ પણ સાથે અટેચ કરી છે. જે પ્રમાણે સરકાર તરફથી બતાવવામાં આવ્યું છે કે ફક્ત ગુજરાત જ એવું રાજ્ય છે, જેણે ગુજરાતીમાં જેઈઈ મુખ્ય પરીક્ષા કરાવવા માટે હા પાડી હતી.સીએમ વિજય રુપાણીએ પણ આપ્યો જવાબ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ મમતા બેનરજીને જવાબ આપતા કહ્યું હતું કે ડિયર ડિવાઇડર દીદી, તમારા રાજ્યમાં લોકોને વિકાસની જરુર છે. આ પ્રકારના ભાગલા વાળા સ્ટંટની જરુર નથી. હવે હકીકત બધા સામે આવી ગઈ છે. જેથી તમારે માફી માંગવી જોઈએ.

આ પહેલા મમતા બેનરજીએ જેઈઈ મુખ્ય પરીક્ષાને હિન્દી અને અંગ્રેજી સિવાય ગુજરાતીમાં કરાવવા પર વિરોધ નોંધાવતા ઘણા ટ્વિટ કર્યા હતા. મમતાએ લખ્યું હતું કે આપણા દેશ ભારતમાં ઘણી ભાષાઓ, ધર્મ, સંસ્કૃતિઓ અને સમુદાયોના ઘર છે. જોકે કેન્દ્રમાં સરકારની ઇચ્છા બધા ક્ષેત્રો અને ક્ષેત્રીય ભાષાઓનો ખરાબ કરવાની છે.આ છે આ મામલાની હકીકત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પત્ર પ્રમાણે 2013માં જેઈઈ મુખ્ય પરીક્ષાને ક્ષેત્રીય ભાષામાં કરાવવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ત્યારે ફક્ત ગુજરાતે ગુજરાતી ભાષામાં એક્ઝામ કરાવવા માટે સહમતી બતાવી હતી. 2014માં મહારાષ્ટ્રએ મરાઠી અને ઉર્દુમાં પેપર કરાવવા રજા આપી હતી. 2016માં આ રાજ્યમાં જેઈઈ મુખ્ય પરીક્ષા રાજ્ય એન્જીનિયરિંગ કોલેજ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આ પછી મરાઠી અને ઉર્દુ પેપર બંધ કરી દીધા છે. જોકે ગુજરાતના નિવેદન પર ગુજરાતીમાં પેપર યથાવત્ છે. આ સિવાય કોઈ રાજ્યએ પોતાની ક્ષેત્રીય ભાષા માટે આવેદન કર્યું ન હતું.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर