કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 'હુન્દુત્વ આતંકવાદી'ના પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, 'મે એવું કહ્યું હતું કે, ભાજપા અને આરએસએસના લોકો હિન્દુત્વ આતંકવાદી છે.' સિદ્ધારમૈયાએ એવું પણ સાથે સ્પષ્ટીકરણ કર્યું કે, ભજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારને હિન્દુત્વ વિરોધી હોવાનું કહેતા આ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ચિત્રદુર્ગામાં નવ કર્ણાટક નિર્ણાયક પરિવર્તન યાત્રામાં સંબોદન કરતા અમિત શાહે કહ્યું હતું કે, સિદ્ધારમૈયાની સરકાર વોટ બેંકની રાજનીતિ કરે છે, અહીંની રાજ્ય સરકારે એસડીપીઆઈ અને ચરમપંથી સંસ્થા પીએફઆઈ વિરુદ્ધ તમામ મામલા હટાવી દીધા છે, જે હિંદુ વિરોધી સંસ્થાઓ છે. જે પૈસા લોકોના ભલા માટે ખર્ચ કરવાના હતા, તેનો ફાયદો આ સરકારે લોકો સુધી પહોંચાડ્યો નથી.
સિદ્ધારમૈયાએ હવે કહ્યું કે, 'મે કહ્યું હતું કે, બીજેપી અને આરએસએસ રાજકીય લાભ માટે હિન્દુત્વ આતંકવાદ ફેલાવી રહ્યા છે. મારી નજરમાં જે પણ હિંસા ભડકાવવાનું કામ કરે છે તેને આતંકવાદી જ કહેવાય'.
ન્યુઝ18 સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પૂરો દેશ જાણે છે કે, કેવી રીતે કોંગ્રેસનો સંબંધ આતંકવાદ સાથે છે. તેમણે ખાલિસ્તાન આંદોલન અને ભિંડરાવાલેને જન્મ આપ્યો. જેના કારણે ઈંદિરા ગાંધીની હત્યા થઈ. આજ પાર્ટીએ લિટ્ટેને જન્મ આપ્યો, જેણે રાજીવ ગાંધીની હત્યા કરી. આ પછી પણ કોંગ્રેસે કોઈ સીખ ના લીધી, હજુ પણ આતંકવાદ પર તેનું વલણ નરમ દેખાઈ રહ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર