ભાજપ ડૂબતુ જહાજ છે; સાથી પક્ષો છોડીને ભાગી રહ્યા છે: થરુરનો કટાક્ષ

ભાજપ ડૂબતુ જહાજ છે; સાથી પક્ષો છોડીને ભાગી રહ્યા છે: થરુરનો કટાક્ષ
ભાજપ ડૂબતુ જહાજ છે; સાથી પક્ષો છોડીને ભાગી રહ્યા છે: થરુરનો કટાક્ષ

શશી થરુરે કહ્યું કે, જો તેના સાથી પક્ષો જ તેનાથી નારાજ હોય તો આખા દેશની જનતા તેનાથી કેટલી નારાજ હશે?

 • Share this:
  કોંગ્રેસનાં નેતા અને સાંસદ શશી થરુરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ એ હવે ડૂબતુ જહાજ છે એટલા માટે તેના સાથી પક્ષો તેને તરછોડીને ભાગી રહ્યા છે. આ એક મહત્વની નિશાની છે.

  શશી થરુરે ભારતીય જનતા પાર્ટી પર ચાબખા મારતા કહ્યું કે, ભાજપને એ ભાન થવુ જોઇએ કે, જો તેના સાથી પક્ષો જ તેનાથી નારાજ હોય તો આખા દેશની જનતા તેનાથી કેટલી નારાજ હશે ?  તેમણે વધુમાં જણાવ્યું કે, એનડીએનાં સાથી પક્ષોમાં ખુબ જ નારાજગી છે. કેમ કે, એ તમામને એવુ લાગે છે કે, સરકારમાં માત્ર એક જ વ્યક્તિ (નરેન્દ્ર મોદી સમજવું)નું ચાલે છે. વન મે શો ચાલે છે. આથી ભાજપનાં સાથી પક્ષો તેને છોડી રહ્યા છે. કેમ કે,ભાજપ એ ડુબતુ જહાજ છે.

  આ પણ વાંચો - ભ્રષ્ટાચારે માઝા મૂકી: યોગી સરકારમાં મંત્રીના ત્રણ સચિવોની લાંચ કેસમાં ધરપકડ

  “કોંગ્રેસની સરકાર હતી ત્યારે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) બધા સાથી પક્ષોને સાથે લઇને ચાલતા હતા અને તેમની નેતાગીરીને અમે આવકારતા હતા. તમામનો અવાજ સાંભળવામાં આવતો હતો. જ્યારે એનડીએમાં એવુ નથી. તેમા માત્ર વન મેન શો જ છે. ” શશી થરુરે વિગતે વાત કરતા કહ્યું.

  થોડા મહિનાઓ પહેલા જ, ભારતીય જનતા પાર્ટીએ બે મહત્વનાં સાથી પક્ષો ગુમાવ્યા. જેમાં ચન્દ્વાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાનો રાષ્ટ્રિય લોક સમતા પાર્ટીએ પણ ભાજપ સાથે છેડો ફાડ્યો.

  આ સિવાય ભાજપને અપના દળ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી પણ પ્રેસર કરી રહી છે અને ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

  જો કે, ભાજપનાં નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, જે લોકો ભાજપનો સાથ છોડીને જઇ રહ્યા છે તેઓ પોતાનો રાજકીય લાભ ખાંટવા માટે જાય છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનાથી કોઇ ફરક પડવાનો નથી”.
  Published by:News18 Gujarati
  First published:January 06, 2019, 17:32 pm

  ટૉપ ન્યૂઝ