Home /News /india /સિદ્ધારમૈયાએ કહ્યું - બીજેપીને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, વિશ્વાસ મત મેળવી લઇશું

સિદ્ધારમૈયાએ કહ્યું - બીજેપીને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, વિશ્વાસ મત મેળવી લઇશું

સિદ્ધરમૈયાએ કહ્યું કે બીજેપી શક્તિ પરીક્ષણથી ડરી રહી છે.

જેડીએસ ગઠબંધન વિશ્વાસ મત મેળવી લેશે. કોંગ્રેસ-જેડીએસનાં 16 અને 2 અપક્ષ ધારસભ્યોનાં રાજીનામા આપ્યા પછી શુક્રવારે કુમારસ્વામીએ કહ્યું કે તેઓ વિશ્વાસ મત માટે તૈયાર છે.

ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ શુક્રવારે કહ્યું કે તેમને ભરોસો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધન વિશ્વાસ મત મેળવી લેશે. કોંગ્રેસ-જેડીએસનાં 16 અને 2 અપક્ષ ધારસભ્યોનાં રાજીનામા આપ્યા પછી શુક્રવારે કુમારસ્વામીએ કહ્યું કે તેઓ વિશ્વાસ મત માટે તૈયાર છે. સિદ્ધરમૈયાએ કહ્યું કે બીજેપી શક્તિ પરીક્ષણથી ડરી રહી છે. કારણ કે તેમને પોતાનાં ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી.

સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'અમને વિશ્વાસ છે, એટલે અમે શક્તિ પરીક્ષણની માંગ કરી છે. બીજેપી ડરી રહી છે કારણ કે તેમને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી.'

આ પણ વાંચો : કર્ણાટક : ભાજપે જેડીએસને આપી મુખ્યમંત્રી પદની ઓફર, ધારાસભ્યોમાં પડ્યું ભંગાણ

કુમારસ્વામીએ શુક્રવારે જાહેરાત કરી કે તેઓ વિશ્વાસ મત મેળવવા માટે તૈયાર છે અને વિધાનસભા અધ્યક્ષ પાસે સમય નક્કી કરવાની માંગ કરી. કુમારસ્વામીએ આ નિવેદન પછી પ્રત્યેક પાર્ટી- કોંગ્રેસ, જેડીએસ અને બીજેપીએ પોતાનાં ધારાસભ્યોને પોતાની તરફ કરવાનાં પ્રયાસોને રોકવા માટે તેમને રિસોર્ટમાં મોકલવામાં આવ્યાં.

આ પણ વાંચો : MLA પુત્રી સાથે લગ્ન કરનાર દલિત યુવકનાં બીજી છોકરી સાથે હતા લગ્ન!

કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે બાગી ધારાસભ્યોનાં રાજીનામાનો હજી સ્વીકાર નથી કર્યો. જો તેઓ આવું કરે છે તો ગઠબંધનનાં 118 સભ્યોની સંખ્યા 100થી ઓછી થશે અને બહુમતીનો આંકડો 113છી ઘટીને 105 થઇ જશે. બીજેપીની પાસે 105 સભ્યો છે અને બે અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે જેમાં તેમની સંખ્યા 105 સુધી પહોંચી જશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી જેમ છે તેમ જ રાખવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે ખાસ કરીને આદેશ આપ્યો છે કે સ્પીકર રમેશ કુમાર બાગી ધારાસભ્યોનાં રાજીનામા અને અયોગ્યતાનાં મુદ્દા પર કોઇ નિર્ણય નહીં લે.
First published:

Tags: JDS, Siddaramaiah, કર્ણાટક, કોંગ્રેસ, ભાજપ