Home /News /india /હાઈકોર્ટના જજોનો પગાર વધશે, મુખ્ય ન્યાયાધીશને હવે મળશે આટલો પગાર!
હાઈકોર્ટના જજોનો પગાર વધશે, મુખ્ય ન્યાયાધીશને હવે મળશે આટલો પગાર!
કોર્ટે સરકાર અને યાચિકાકર્તાથી કહ્યું કે બાળકોની તસ્કરી કેમ થઇ રહી છે તે પર થોડું રિસર્ચ કરો અને જવાબ દાખલ કરો. સાથે જ તે પણ જણાવો કે આ મામલે ઉકેલ શું છે. જો જરૂર પડી તો કોર્ટે આ પર એક્સપર્ટની બેઠકનું ગઠન કરશે. આ મામલે હવે સુનવણી બે સપ્તાહ પછી છે.
સંસદના બંને ગૃહમાં આ બિલ પાસ થયા બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશને મહિને 2.80 લાખ રૂપિયાનો પગાર મળશે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને 24 હાઈકોર્ટના જજોનો પગાર વધારવા અંગેના બિલને ગુરુવારે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બિલ પાસ થયા બાદ જજોના પગારમાં બે ગણાથી પણ વધારે વધારો થશે. સંસદના બંને ગૃહમાં આ બિલ પાસ થયા બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશને મહિને 2.80 લાખ રૂપિયાનો પગાર મળશે.
હાલમાં તેમને મહિને એક લાખ રૂપિયા જેટલો પગાર મળે છે. બિલ પાસ થયા બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અન્ય જજોને મહિને રૂ. 2.50 લાખ વેતન મળશે. હાલમાં તેમને રૂ. 90,000 વેતન મળે છે. 2016માં તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરે સરકારને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોના પગાર વધારવાની માંગણી કરી હતી.
રાજ્યસભામાં બિલ પાસ થાય તેની રાહ
શુક્રવારે શિયાળુસત્રનો છેલ્લો દિવસ છે. જો રાજ્યસભામાં આ બિલ પસાર નહીં થઈ શકે તો જજોએ તેમના પગાર વધારા માટે બજેટસત્ર સુધી રાહ જોવી પડશે. બજેટ સત્ર 30મી જાન્યુઆરીથી શરૂ થશે.
કેટલો પગાર મળે છે?
- હાઈકોર્ટના જજોને હાલમાં મહિના રૂ. 80000નો પગાર મળે છે. - બિલ પાસ થયા બાદ તેમને મહિને રૂ. 2.25 લાખ પગાર મળશે. - જજોના પગારમાં વધારો ઓલ ઇન્ડિયા સર્વિસિસના અધિકારીઓ માટે સાતમા પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ પ્રમાણે હશે. - પગાર વધારો પહેલી જાન્યુઆરી 2016થી લાગુ પડશે.
દેશમાં 24 હાઈકોર્ટમાં કુલ 682 જજ
- સુપ્રીમ કોર્ટમાં હાલમાં 31 જગ્યાની સામે 25 જજ છે. - હાઈકોર્ટમાં જજો માટે 1079 જગ્યા મંજૂરી કરવામાં આવી છે. - દેશની 24 હાઇકોર્ટમાં ફક્ત 682 જજ કામ કરી રહ્યા છે. બાકીની જગ્યા ખાલી પડી છે. - આ બિલ પાસ થવાનો ફાયદો 2500 નિવૃત્ત જજને પણ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર