વિશ્વના સૌથી અમીર વ્યક્તિએ કહ્યું - ભારતમાં ઝડપી આર્થિક ગ્રોથની ભરપૂર ક્ષમતા

News18 Gujarati
Updated: November 17, 2019, 7:08 PM IST
વિશ્વના સૌથી અમીર વ્યક્તિએ કહ્યું - ભારતમાં ઝડપી આર્થિક ગ્રોથની ભરપૂર ક્ષમતા
બિલ ગેટ્સે ભારતની આધાર સિસ્ટમથી લઈને વિત્તીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની ઘણી પ્રશંસા કરી

બિલ ગેટ્સે ભારતની આધાર સિસ્ટમથી લઈને વિત્તીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની ઘણી પ્રશંસા કરી

  • Share this:
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટ (Microsoft)ના સહ સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે (Bill Gates)કહ્યું છે કે ભારતમાં આર્થિક ગ્રોથ (Economic Growth)ને લઈને ભરપુર ક્ષમતા છે. આવનાર દાયકામાં ભારતનો આર્થિક ગ્રોથ ઘણો ઝડપથી થશે. જેમાં દેશના લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં મદદ મળશે અને સરકાર પણ હેલ્થ અને શિક્ષાના ક્ષેત્રમાં ભરપૂર રોકાણ કરી શકશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં ગેટ્સે ભારતની આધાર આઈડેન્ટિટી સિસ્ટમથી લઈને વિત્તીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની ઘણી પ્રશંસા કરી હતી.

ધ્યાન આપવા જેવી વાત છે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરફથી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને લઈને આ પોઝિટિવ આઉટલુક એવા સમય પર આવ્યો છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સુસ્તીનો દોર જોવા મળી રહ્યો છે. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો આ દોર હજુ આગળ પણ યથાવત્ રહી શકે છે.

આ પણ વાંચો - NDAની બેઠકમાં મહારાષ્ટ્રની અસર જોવા મળી, PM મોદીએ કહ્યું - નાના મતભેદો દૂર કરવામાં આવે

ભારતમાં ઝડપથી ગ્રોથની ક્ષમતા
બિલ ગેટ્સે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં મને વધારે ખબર નથી પણ આગામી દશકમાં ઝડપથી ગ્રોથની ભરપૂર સંભાવના છે. જેમાં લોકોને ગરીબીમાંથી બહાર આવવામાં મદદ મળશે. ભારતમાં ઝડપથી ગ્રોથની ક્ષમતા છે.

ભારતમાં આધારને લઈને ગેટ્સે કહ્યું હતું કે આ હંમેશા ઇનોવેટર્સ અને વિત્તીય સેવાઓ માટે એક ખાસ સ્થાન રહ્યું છે. ભારતમાં આધાર સિસ્ટમ અને UPI સિસ્ટમે શાનદાર કામ કર્યું છે. તેમાં ઘણું શીખવા મળ્યું છે. ગેટ્સે દેશના વેક્સીન ઉત્પાદન ક્ષેત્રમાં પણ શાનદાર કામની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેનાથી લાખો લોકોના જીવન શાનદાર થયા છે.
First published: November 17, 2019, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading