Union
Budget 2023

Highlights

Home /News /india /તેજપ્રતાપ છૂટાછેડા માટે અડગઃ પરિવાર પત્ની ઐશ્વર્યાનો પક્ષ લઈ રહ્યાનો આક્ષેપ

તેજપ્રતાપ છૂટાછેડા માટે અડગઃ પરિવાર પત્ની ઐશ્વર્યાનો પક્ષ લઈ રહ્યાનો આક્ષેપ

ઐશ્વર્યા- તેજ પ્રતાપ યાદવ (ફાઇલ તસવીર)

"હું ઉત્તર ધ્રુવ છું અને તેણી દક્ષિણ ધ્રુવ છે. મારી પત્ની અને મેં મારા માતાપિતાની હાજરીમાં ઝઘડો કર્યો હતો. હું તેની સાથે હવે એકપળ પણ રહેવા માંગતો નથી."

  પટણાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના સૌથી મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પોતાના પરિવાર પર આક્ષેપ લગાવ્યો છે કે તેઓ તેની પત્ની ઐશ્વર્યાની તરફેણ કરી રહ્યા છે. હાલ તેજપ્રતાપે તેની પત્ની સાથે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે.

  રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા તેજપ્રતાપે જણાવ્યું કે, "મારા પિતા, મારા માતાથી લઈને દરેક વ્યક્તિઓ મારી પત્નીની તરફેણ કરી રહ્યા છે. ભલે તમામ લોકો મને સમર્થન કરે પરંતુ છૂટાછેડા બાબતે હું કોઈ પાછીપાની નથી કરવા માંગતો."

  નોંધનીય છે કે લાલુ પ્રસાદના પુત્ર તેજપ્રતાપ યાદવે શુક્રવારે પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માટેની એક અરજી પટણા કોર્ટમાં કરી છે. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે.

  આ પણ વાંચોઃ તેજસ્વી સાથે મને લડાવવા માંગતી હતી ઐશ્વર્યા, અમારા પરિવારને કહેતી 'અભણ' તેજપ્રતાપ

  શનિવારે આ અંગે તેજપ્રતાપે જણાવ્યું કે, "હું ઉત્તર ધ્રુવ છું અને તેણી દક્ષિણ ધ્રુવ છે. મારી પત્ની અને મેં મારા માતાપિતાની હાજરીમાં ઝઘડો કર્યો હતો. હું તેની સાથે હવે એકપળ પણ રહેવા માંગતો નથી. હવે હું આવી રીતે દુઃખી થઈને રહેવા માંગતો નથી." બિહારના પૂર્વ મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવવામાં આવ્યા હતા.

  "મેં મારા માતાપિતાને કહ્યું હતું કે આ સમયે હું લગ્ન કરવા માંગતો નથી. પરંતુ કોઈએ મારું સાંભળ્યું ન હતું. અમારી જોડી બરાબર ન હતી. હું એક સામાન્ય છોકરો છું, જ્યારે તેણી ખૂબ મોર્ડન છોકરી છે. તેણી દિલ્હીમાં ભણી છે અને ઉચ્ચ જીવનધોરણ જીવવા માટે ટેવાયેલી છે."


  જોકે, આ બધાની વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદના પત્ની રાબડી દેવીનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ગયા વર્ષે રાબડી દેવીએ કહ્યું હતું કે, " મારે મારા બંને પુત્રો માટે મોલમાં જતી નહીં પરંતુ 'સંસ્કારી વહુ' જોઈએ છે."

  તેજપ્રતાપના છૂટાછેડાના નિર્ણય પર પરિવારના સભ્યોને આશા હતી કે રાંચી ખાતે રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં લાલુ પ્રસાદ યાદવ સાથે બેઠક બાદ આ મામલે કોઈ સમાધાન આવી જશે. જોકે, પિતા સાથે મુલાકાત બાદ તેજપ્રતાપે મીડિયાને જણાવ્યું હતું કે, ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવાના નિર્ણય પર તે અડગ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Divorce, Tej pratap, Tejaswi yadav, બિહાર, લાલુ પ્રસાદ યાદવ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन