સર્ચ એન્જિન ગૂગલે પોતાની સ્વિટ્ઝરલેન્ડ ઓફિસમાં પટણાની રહેનારી મધુમિતા શર્માને નોકરી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે ટેક્નિકલ સોલ્યૂશન એન્જિનીયર તરીકેની નોકરી માટે એક કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. મધુમિતાને આ નોકરી મેળવવા માટે નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ઇન્ટરવ્યૂનાં સાત રાઉન્ડ ક્લિયર કરવા પડ્યાં હતાં.
ગૂગલમાં નોકરી શરૂ કરતા પહેલા તેઓ બેંગ્લૂરૂમાં એપીજી કંપનીમાં કામ કરી રહી હતી. આ પહેલા તેમણે એમેઝોન, માઇક્રોસોફ્ટ અને મર્સિડિઝ જેવી કંપનીઓમાંથી પણ ઓફર મળી ચૂકી છે. મધુમિતાની સફળતાની આખો પરિવાર ઉત્સવ ઉજવી રહ્યાં છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પ્રમાણે મધુમિતાના પિતા સત્યેન્દ્ર કુમાર આરપીએફના આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશ્નર છે અને તેમની માતા ચિંતા દેવી ગૃહિણી છે. મધુમિતાનું કહેવું છે કે તેમનું મોટી કંપનીમાં કામ કરવાનું સપનું હતું. તેમણે ગત વર્ષમાં ભારત અને વિદેશની ઘણી કંપનીઓ માટે એપ્લાઇ કર્યું હતું અને ઓનલાઇન ટેસ્ટ પણ આપ્યાં હતાં. જે પછી 24 લાખ, 23 લાખ, 18 લાખના પેકેજની ઓફર મળી હતી.
મધુમિતા પ્રમાણે તેને એ વાતનો વિશ્વાસ હતો કે તેને ગૂગલમાં નોકરી મળશે એટલે અન્ય કોઇ કંપની જોઇન કરી નહીં. તેઓએ પટણાના ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એને તેમણે 10માં ધોરણમાં 86 અને 12માં ધોરણમાં 88 ટકા મેળવ્યાં હતાં. જે પછી તેમણે જયપુરની આર્યા કોલેજ ઓફ એન્જિનીયરીંગમાં અભ્યાસ કર્યો હતો.
બીબીસીની રિપોર્ટ પ્રમાણે એક સમય એવો હતો જ્યારે તેમના પિતા તેમને એન્જિનીયરીંગનો અભ્યાસ કરવાની મંજૂરી આપી ન હતી. તેમના પિતાનું કહેવું હતું કે શરૂવાતમાં મેં કહ્યું હતું કે એન્જિનીયરીંગનું ફિલ્ડ છોકરીઓ માટે નથી. પરંતુ પછી મેં જોયું કે છોકરીઓ પણ આ ફિલ્ડમાં ઘણી સંખ્યામાં જોવા મળે છે. પછી મેં તેને મંજૂરી આપી હતી.
સ્કૂલના અભ્યાસ સમયે મધુમિતાને મેથ અને ફિઝિક્સમાં ઘણો રસ હતો. આ સાથે તે ડિબેટ કોમ્પિટીશનમાં પણ ઘણી સારી હતી. શરૂવાતમાં મધુમિતા આઈએએસ બનવા માંગતી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર