મુઝફ્ફરપુરઃ 'છોકરીઓની ચીસો સંભળાતી હતી, પરંતુ ઠાકુરને પૂછવાની હિંમત ન ચાલી'

News18 Gujarati
Updated: July 30, 2018, 12:26 PM IST
મુઝફ્ફરપુરઃ 'છોકરીઓની ચીસો સંભળાતી હતી, પરંતુ ઠાકુરને પૂછવાની હિંમત ન ચાલી'
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
"અમારું તો બાળપણ અહીં જ વીત્યું છે. અહીં જ જન્મ થયો છે. અહીં'બાલિકા ગૃહ' છે. આ છોકરીઓની જેલ છે એવી ખબર હતી, પરંતુ આ બધું ચાલી રહ્યું હતું તેની ખબર ન હતી." મુજફ્ફરપુરના બાલિકા ગૃહ પાસે રહેતી એક રહીશ લીલી (નામ બદલ્યું છે)નું આવું કહેવું છે. લીલીનું કહેવું છે કે જ્યારથી તેમના પરિવારને આ વાતની જાણ થઈ છે ત્યારથી તેઓ આઘાતમાં છે.

લીલીના જણાવ્યા પ્રમાણે, "આટલા સમયથી અહીં રહીએ છીએ. ક્યારેય ખબર ન પડી. એટલી ખબર હતી કે બ્રજેશ ઠાકુર દંબગ પ્રકારનો માણસ છે. અમે અહીં જ મોટા થયા છીએ. ક્યારેય અંદર નથી ગયા. ત્યાં બહાર વરંડામાં રમતાં હતાં, અમારી સાથે ક્યારેક આવું નથી થયું."

લીલીની જેમ જ અહીં રહેતા કિશન કુમાર (નામ બદલ્યું છે)નું પણ કંઇક આવું જ કહેવું છે. આ પાડોશીઓની વાત પરથી ડરના બદલે આશ્ચર્ય વધારે થાય છે. આશ્ચર્ય એ વાતનું કે એક નાના કસબાની નાની ગલીમાં આટલો મોટો બનાવ બની ગયો, પરંતુ કોઈને ખબર પણ ન પડી. પાડોશીઓ સાથે વાતચીતમાં એ વાત પણ માલુમ પડી હતી કે 'બાલિકા ગૃહ'ના સંચાલક બ્રજેશ ઠાકુરની લોકોના દિમાગમાં એક અલગ જ પ્રકારની છબી હતી. એવો વ્યક્તિ જે પ્રભાવશાલી છે, દબંગ છે, જરૂર પડ્યે તેના પાડોશી અને કસબાની મદદે પણ આવે છે.

જોકે, અમુક લોકોએ બ્રજેશ કુમાર વિરુદ્ધ પણ નિવેદન આપ્યું છે. કોર્ટમાં સાક્ષી બનેલા ત્રણ પાડોશીઓએ કંઈક અલગ જ વાત કરી હતી. સાબિરા (નામ બદલ્યું છે)નું ઘર બાલિકા ગૃહથી જોડાયેલુ છે. તેના જણાવ્યા પ્રમાણે બ્રજેશ કુમાર દંબગ પ્રકારનો વ્યક્તિ છે. તેણે કહ્યું કે કિશોરીઓ ત્રીજા માળે રહેતી હતી. જે રૂમમાં છોકરીઓ રહેતી હતી તેમાં વેન્ટિલેટર જેવા કાચ લાગેલા હતા. ક્યારેક ક્યારેક યુવતીઓની ચીચો સંભળાતી હતી, પંરતુ ઠાકુરનું પ્રકૃતિ જોઈને ક્યારેક કોઈને કંઈ કહેવાની હિંમત ચાલી ન હતી. અમિત અને નિરજ (નામ બદલ્યાં છે) નામના વ્યક્તિઓએ જણાવ્યું હતું કે બાળકીઓની અલગ પ્રકારની ચીચો સંભળાતી હતી. બાળકોની ચીસો અંગે પરિવારમાં પણ ચર્ચા થતી હતીં પરંતુ બ્રજેશ ઠાકુરના દંબગ જેવા વ્યક્તિત્વને કારણે ક્યારેક ફરિયાદ કરવાની હિંમત ન કરી.

એ વાતમાં કોઈ શંકા નથી કે બ્રજેશ ઠાકુરનો આ વિસ્તારામં દબદબો છે. કોર્ટના રિપોર્ટમાં પણ માલુમ પડે છે કે રાજકારણ, તંત્ર, ગુંડા, પોલીસ સહિત અનેક ક્ષેત્રમાં ઠાકુરની પહોંચ છે. બ્રજેશ એક ન્યૂઝ પેપર ચલાવે છે. તે વૃદ્ધાશ્રમ, આદર્શ મહિલા કેન્દ્ર, સ્વાધાર ગૃહ, આદર્શ મહિલા શિલ્પ કલા કેન્દ્ર જેવા અલગ અલગ સંગઠન પણ ચલાવે છે. એવામાં બાલિકા ગૃહમાં થતી ગતિવિધિ પર તેના પાડોશીઓએ મૌન સેવી લીધું હતું.

યુવતીઓ સાથે વાતચીત અંગે લીલી કહે છે કે, 'બાલિકા ગૃહ'ની યુવતીઓ અંદર જ રહેતી હતી. બહારનું કોઈ અંદર જતું ન હતું. છોકરીઓને જ્યારે પણ લાવવામાં આવતી હતી ત્યારે તેમના ઘરની સામેથી જ લઈને જવામાં આવતી હતી. તેમનું મોઢું ઢાકી દેવામાં આવતું હતું. લીલી કહે છે કે ઠાકુરની છબી એટલી સારી હતી કે આ વાત પર હજી સુધી વિશ્વાસ નથી આવતો.
First published: July 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading