ન્યૂઝ18 ગુજરાતી: પુલવામા આતંકીવાદી હુમલામાં બિહારનાં બે સપૂત શહીદ થઇ ગયા છે. આમાં ભાગલપુરનાં રતન કુમાર ઠાકર અને પટના જિલ્લાનાં તારેગાના ડીહનાં સંજય કુમાર સિન્હા પણ સામેલ છે. સંજય હેડ કોન્સ્ટેબલ હતાં. તેમની શહીદીની ખબર મળતા જ આખા પરિવારમાં માતમ ફેલાઇ ગયો હતો. સંજયનાં પિતા મહેન્દ્ર પ્રસાદ સીઆરપીએફની 176મીં બટાલિયનમાં તહેનાત હતાં.
સંજય એક મહિનાની રજા પછી આઠ ફેબ્રુઆરીનાં રોજ ડ્યૂટી માટે રવાના થયા હતાં. તેઓ હજી કેમ્પમાં પણ પહોંચ્યા ન હતા કે રસ્તામાં જ આતંકવાદી હુમલામાં શહીદ થયા.
ઘરમાંથી નીકળતા પહેલા તેમણે પત્ની બબિતાદેવીને કહ્યું હતું કે 15 દિવસ પછી રજા લઇને તેઓ ઘરે આવશે. અને આ વખતની રજાઓમાં તે મોટી દીકરી રૂબીનાં લગ્નની વાત નક્કી કરીને જ પાછા જશે.
મહત્વનું છે કે તેમની નાની દીકરી ટુન્નીએ પણ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કરી દીધો હતો. દીકરો સોનું રાજસ્થાનનાં કોટામાં મેડિકલ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
સંજયનાં નાના ભાઇ શંકર સિંહ પણ સીઆરપીએફમાં છે. તેઓ નાલંદામાં પદસ્થાપિત છે. પરંતુ તેમનો પરિવાર મસૌઢી કોર્ટની પાસે નવા મકાનમાં રહે છે. તેમની સાથે જ તેમના માતા પિતા પણ રહે છે.
રિપોર્ટ: સંજય કુમાર
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર